Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

હવેથી ૫ વર્ષ અગાઉ પીએફ પૈસા ઉપાડયા તો વસૂલાશે TAX

નિયમોમાં બજેટમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. પાંચ વર્ષ પહેલા પીએફ પૈસા ઉપાડવા પર TDS કાપવામાં આવશે

 નવી દિલ્‍હી,૬ : તા.દેશના સામાન્‍ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે  પ્રોવિડન્‍ટ ફંડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. EPFO સબ્‍સક્રાઈબરને ખાતુ ખોલવા પર જો પાંચ વર્ષ પૂર્ણ ન થયા હોય અને જો તમારા એકાઉન્‍ટમાંથી પૈસા ઉપાડવામાં આવે છે તો તેને હવે ટેક્‍સ આપવું પડશે.

 પાંચ વર્ષ બાદ ઉપાડ કરવા પર ટીડીએસ નહીં કપાય. પાંચ વર્ષ પહેલા PF એકાઉન્‍ટમાંથી ઉપાડવામાં આવેલી સંપૂર્ણ રકમ પર ટીડીએસ કપાશે. આટલું જ નહીં વર્ષમાં ૨.૫૦ લાખ રૂપિયાથી વધારેનું PF કોન્‍ટ્રીબ્‍યુશન ટેક્‍સની મર્યાદામાં આવે છે.

 બજેટમાં TDSને લઈને વધુ એક મહત્‍વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્‍યો છે. જો તમે પોતાના પીએફ એકાઉન્‍ટમાંથી ૧ એપ્રીલ ૨૦૨૩ બાદ પૈસા ઉપાડો છો તે તમને ૩૦ ટકાની જગ્‍યા પર ૨૦ ટકા જ TDS આપવો પડશે. ભલે તમારૂ ખાતુ પૈન કાર્ડમાં લિંક્‍ડ હોય કે ન હોય. જો તમે ૧ એપ્રિલ ૨૦૨૩ પહેલા EPFમાંથી પૈસા ઉપાડો છો તો તમને પહેલાની જેમ જ TDS આપવાનો રહેશે.

 જો કોઈ ખાતાધારક ૫ વર્ષની અંદર પૈસા ઉપાડે છે તો તેને TDS ભરવો પડે છે. ત્‍યાં જ ૫ વર્ષ બાદ પૈસા ઉપાડવા પર કોઈ TDS નથી લાગતો. નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં જાણકારી આપી હતી કે TDS માટે ૧૦ હજાર રૂપિયાની લિમિટને પણ બટાવવામાં આવી છે. 

 એક રિપોર્ટ અનુસાર નિષ્‍ણાંતોના મતે જો પાન આધાર સાથે લિંક નથી તો પીએફ અથવા ઈપીએફ ખાતા ખોલનારને પાંચ વર્ષ પહેલા ઉપાડ પર PF ઉપાડ ટેક્‍સ આપવો પડશે. જો PF ખાતું ખાતાધારકના પાન સાથે જોડાયેલું છે તો ઉપાડ પર કોઈ TDS નહીં લાગે.

 જો રકમ પીએફમાંથી ઉપાડવામાં તે તે વર્ષના ખાતાધારકની કુલ ટેક્‍સ યોગ્‍ય આવકમાં જોડાઈ જશે અને તેના પર પીએફ ખાતાધારકના આવક સ્‍લેબ અનુસાર ટેક્‍સ આપવાનો રહેશે.

(5:03 pm IST)