Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ટીટીપીએ આતંકી સંગઠનોને એકજૂટ કરવાનું કામ કર્યું

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં મહત્વપૂર્ણ ખુલાસો : ટીટીપીની આ વૃત્તિને લીધે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ક્ષેત્રમાં આતંકી ખતરો વધી ગયો હોવાનો અહેવાલમાં દાવો

ન્યૂયોર્ક, તા. ૬ : ખૂંખાર આતંકી સંગઠન તહરીક એ તાલિબાન પાકિસ્તાન-ટીટીપીને લઇને સંયુક્ત રાષ્ટ્રએ તેના રિપોર્ટમાં મહત્વના ખુલાસા કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ વિતેલા વર્ષમાં માત્ર ત્રણ જ મહિનામાં થયેલા ૧૦૦થી વધુ આતંકી હુમલા માટે જવાબદાર ટીટીપીએ અફઘાનિસ્તાનમાં નાના મોટા અનેક આતંકી સંગઠનોને એકજૂટ કરવાનું કામ કર્યું છે. જેના લીધે અફઘાનિસ્તાન અને વિસ્તારમાં આતંકી ખતરો વધી ગયો છે. રિપોર્ટ મુજબ આ નાના મોટા તમામ આતંરીક સંગઠનોના સમૂહનું સંચાલન અલકાયદા કરી રહ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ટીટીપીની આ વૃત્તિને લીધે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ક્ષેત્રમાં આતંકી ખતરો વધી ગયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જૂલાઇ અને ઓગસ્ટમાં પાંચ આતંકી સમૂહો ટીટીપી સાથે જોડાયા હતા. જેના લીધે ટીટીપીની પહોંચમાં વધારો થયો હતો.

રિપોર્ટ મુજબ સમગ્ર ક્ષેત્રમાં ટીટીપીના લડવૈયાઓની સંક્યા ૨૫૦૦થી ૬૦૦૦ની હશે. ટીટીપી સરહદ પાર દેશોમાં આતંકી હુમલાઓ માટે જવાબદાર છે.

બીજી તરફ થિંક ટેક્ન હડસન ઇન્સ્ટીટ્યૂટ દ્વારા અફઘાન શાંતિ પ્રક્રિયાઃ પ્રગતિ કે સંકટ. વિષય પર ઓનલાઇન આયોજીત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ રાજનેતા હક્કાનીએ અમેરિકા-તાલિબાન સંધિને માત્ર અમેરિકન સુરક્ષા દળોની ઘર વાપસીની સંધિ ગણાવી હતી, તેમના મુજબ અમેરિકા-તાલિબાન વચ્ચે થયેલી સંધિનો અફઘાન શાંતિ સાથે કોઇ સંબંધ નથી.

(8:47 pm IST)