Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોન ૨૫ લાખ લઈ બે કાર્યક્રમમાં હાજર ન રહી

ફરિયાદ નોંધાતા કેરળ પોલીસે બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનની પુછપરછ કરી : કેરળ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સની લિયોને જણાવ્યું કે મહામારીને પગલે તેણે કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું

કેરળ, તા. ૬ : કેરળ પોલીસે શુક્રવારે સાંજે બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનની એક ખાસ કેસમાં પૂછપરછ કરી હતી. સની લિયોન વિરુદ્ધ કોચ્ચિમાં બે કાર્યક્રમમાં હાજરી આપવા માટે રૂ. ૨૯ લાખ લઈ તેમાં હાજર નહીં રહેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે સની લિયોને પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. બોલીવૂડની બેબી ડોલ સની લિયોન એક મહિનાથી કેરળમાં રજાઓ ગાળી રહી છે. કેરળ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સની લિયોને જણાવ્યું કે કોરોના મહામારીને પગલે તેણે કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. ફરિયાદ નોંધાવનાર પેરમ્બવુરના આર શિયાસ જણાવ્યું છે કે તેણે કાર્યક્રમમાં હાજર રહેવા માટે રૂ.૨૯ લાખનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. બીજીતરફ સની લિયોનનું કામકાજ જોતા એક શખ્સે કહ્યું કે ફક્ત રૂ. ૧૨ લાખ આપવામાં આવ્યા હતા જે પરત કરવાના નિકળે છે. એવું પણ જણાવાયું છે કે આયોજકોએ કાર્યક્રમ પાંચ વખત પાછળ ઠેલવ્યો હતો અને વિલંબ માટે તેઓ પણ જવાબદાર છે. આ મામલે સની લિયોને જાહેરમાં કોઈ નિવેદન કર્યું નથી.

(7:52 pm IST)