Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ઓનલાઇન પેમેન્‍ટ કરતી વખતે ક્‍વિક રિસ્‍પોન્‍સ કોડનો ઉપયોગ કરતી વખતે સાવધાની જરૂરીઃ છેતરપિંડી કરનારાએ નવુ હથિયાર શોધી કાઢયુ

નવી દિલ્હી: જો તમે પણ ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ક્વિક રિસ્પોંસ કોડ ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાવ. હવે સાઇબર ક્રિમિનલ્સ QR Code દ્રારા જ લોકોના એકાઉન્ટ ખાલી રહ્યા છે. આ કોડ છેતરપિંડી કરનારાઓ માટે કોઇ હથિયાર કમ નથી. છેતરપિંડીની આ નવી રીતને સાઇબર ભાષામાં QR Code ફિશિંગ કહે છે. 

QR Code ફિશિંગ"

QR Code બ્લેક લાઇનથી બનેલી એક પેટર્ન હોય છે જેમાં યૂઝરના એકાઉન્ટ રિલેટેડ ડેટા સેવ હોય છે. જ્યારે સ્માર્ટફોન વડે કોઇ કોડને સ્કેન કરવામાં આવે છે તો તેમાં સેવ ડેટા ડિજિટલ ભાષામાં બદલાઇ જાય છે, જેથી સરળતાથી સમજી શકાય. QR Code માં અંતર બનાવી રાખવું મુશ્કેલ હોય છે. સાઇબર ઠગ તેનો ફાયદો ઉઠાવીને QR Code બદલી દે છે. જેથી પૈસા સીધા ઠગના એકાઉન્ટમાં જતા રહે છે. આ પ્રક્રિયાને QR ફિશિંગ કહે છે.

ફ્રોડ કેવી થાય છે

ગોટાળાની શરૂઆત કોઇ પ્રોડક્ટને ઓનલાઇન વેચાણ માટે એક વેબસાઇટ પર પોસ્ટ કર્યા પછી થાય છે. જ્યારે ફ્રોડ ખરીદી તરીકે એક ક્યૂઆર કોડને જનરેટ કરે છે અને તેને અગ્રિમ અથવા ટોકન મનીની ચૂકવણી કરવા માટે શેર કરે છે. તે પછી એક વધુ રકમ સાથે એક QR Code બનાવે છે અને તેને વોટ્સઅપ અથવા ઇમેલ દ્રારા ખરીદનાર વ્યક્તિની સાથે શેર કરે છે.

ત્યારબાદ ફ્રોડસ્ટર યૂઝર પાસેથી તેને સ્કેન કરાવીને પૈસા ટ્રાંસફર કરવા માટે કહે છે. ફોટો ગેલેરીથી ક્યૂઆર કોડને સ્કેન કર્યા બાદ, પીડિતને ચૂકવણી સાથે આગળ વધવા માટે કહેવામાં આવે છે. આ દરમિયાન યૂઝર જેવો જ UPI પીન નાખે છે, તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે.

તમારે શું કરવું જોઇએ?

QR કોડને ફોનના કેમેરા વડે સીધો સ્કેન કરવાના બદલે તેને એવી એપ દ્રારા કરો જે QR કોડની ડિટેલ્સ જેમ કે રિસીવરનું નામ વગેરે જણાવે છે. મેસજ અથવા ઇ-મેલમાં મળેલા કોઇ અજાણ્યા અથવા નવા QR Code ને સ્કેન કરવાથી બચો.બેંકમાં થયેલા ખોટા ટ્રાંજેક્શન પર તાત્કાલિક એક્શન લો. ફ્રોડનો શિકાર થતાં ફરિયાદ તમે સાઇબર સેલમાં કરી શકો છો. યાદ રાખો કે ફક્ત દુકાનો પર પેમેન્ટ કરવા QR Code ને સ્કેન કરવાની જરૂર પડે છે. કોઇપણ વ્યક્તિ પૈસા લેવા અથવા પછી મોકલવા માટે QR Code ની જરૂર પડતી નથી.

(5:14 pm IST)