Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સોશિઅલ મીડિયા ઉપર દોસ્તી કરતા પહેલા ચેતજો : 12 ધોરણમાં અભ્યાસ કરતી સગીર યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી દોસ્તી કરી : કોલ્ડ્રીંક્સમાં નશાની ગોળીઓ ભેળવી દઈ બીભત્સ ફોટાઓ પાડી બ્લેકમેઈલિંગ કર્યું : માતાના દાગીના વેચીને પણ યુવકને પૈસા આપતી રહેલી સગીરાએ આખરે ફરિયાદ નોંધાવી : યુવકે ગુનો કબુલ કર્યો

દિલ્હી : મનોરંજન તથા નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાઈ રહેલા સોશિઅલ મીડિયાના દુરુપયોગને એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.

જે મુજબ દિલ્હીમાં રહેતી અને 12 મા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીર યુવતીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવક સાથે દોસ્તી થઇ હતી.આથી યુવક તેને કોલ્ડ્રીંક્સ પીવા તેડી ગયો હતું.પરંતુ તેમાં યુવકે નશાયુક્ત ગોળીઓ ભેળવી દીધી હતી.આથી યુવતીએ માનસિક સ્વસ્થતા ગુમાવતા તેણે યુવતીના બીભત્સ ફોટાઓ પાડી લીધા હતા.

બાદમાં આ ફોટાઓ બતાવી યુવકે બ્લેકમેઈલિંગ શરૂ કરી દીધું હતું.તથા વારંવાર નાણાંની માંગણી શરૂ કરી દીધી હતી.આથી ગભરાયેલી યુવતી તેની માંગણી પુરી કરવા લાગી હતી.જે માટે તેણે પોતાની માતાના દાગીના પણ ચોરી લઇ યુવકની માંગણી પુરી કરી હતી.

હવે યુવક તેને પોતાના મિત્રોની હવસ સંતોષવા દબાણ કરવા લાગ્યો હતો.જેથી મિત્રો પાસેથી પૈસા મેળવી શકાય .અંતે સગીરાએ તેના માતાપિતાને વાત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેની માત્ર 24 કલાકમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો  હતો.આરોપીએ ગુનો કાબુલી લીધો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)