Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

શું જળવાયુ પરિવર્તનના કારણે ફેલાયો કોરોના ?

નવી શોધમાં ચોંકાવનારો ખુલાસો

લંડન તા. ૬ : એક નવા સંશોધન મુજબ જળવાયુ પરિવર્તનના કારણે સાર્સ કોવ-૨નો ઉદ્‌ભવ થશે. તે કોરોના વાયરસનું મુખ્‍ય કારણ છે. યુકેના શોધકર્તાઓનું કહેવું છે કે વીતેલા દાયકામાં વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્‍સર્જને ચામચીડીયાના પક્ષમાં વનનિવાસની વૃધ્‍ધિને વધારી દીધી છે.

તેના કારણે દક્ષિણી ચીનના મુખ્‍ય યુનાન પ્રાંતમાં કોરોનાનું હોટસ્‍પોટ બન્‍યું ચામચીડીયા અનેક જુનોટિક વાયરસના જળાશયોના રૂપે કાર્ય કરે છે. જેમાં સાર્સ - કોવ, મર્સકોવ અને ઇબોલા જેવા વાયરસ સામેલ છે.

જો કે વૈજ્ઞાનિક હજુ પણ કોરોનાની ઉત્‍પતિનું સંશોધન કરી રહ્યા છે. આ સપ્‍તાહે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠને તપાસકર્તાઓનું માન્‍યું કે વુહાનમાં તેનું અનુસંધાન બતાવામાં હજુ સુધી સફળ નથી કે કોરોના જાનવરોમાંથી માણસો સુધી કેવી રીતે ફેલાયું.

કેબ્રિજ યુનિવર્સિટીના શોધકર્તા ડોકટર રોબર્ટ બારનું કહેવું છે કે વીતેલા દાયકામાં થયેલા જળવાયુ પરિવર્તનથી દક્ષિણી ચીનના યુનાન પ્રાંત ચામાચીડીયા માટે યોગ્‍ય જગ્‍યા બની છે. કોરોનાની ઉત્‍પત્તિને જાણવા માટે પહેલા તે સમજવું જરૂરી છે કે જળવાયુ પરિવર્તનના પરિણામ સ્‍વરૂપે ચામાચીડીયાની પ્રજાતિઓનું વૈશ્વિક વિતરણ કેવી રીતે બદલાયું છે.

(1:24 pm IST)