Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

હવે વન નેશન વન ઓબ્‍ડસમેનનો વારોઃ RBI આપવા જઇ રહી છે મોટી સુવિધા

અત્‍યાર સુધી દેશમાં બેંક, એનબીએફસી અને કાર્ડ આપનારી કંપનીઓની વિરૂધ્‍ધ ફરિયાદ માટે ગ્રાહકોને અલગ અલગ જગ્‍યાએ જવું પડતું હતું

નવી દિલ્‍હી તા. ૬ : જો તમારે પોતાની બેંક અથવા એનબીએફસી સામે કોઈ ફરિયાદ છે અને સતત તેમના તરફતી તમારી સમસ્‍યાનું કોઈ સમાધાન નથી થઈ રહ્યુ તો આ સમાચાર તમારા બહું કામના છે. આરબીઆઈ જલ્‍દી એક એવી યોજનામ શરૂ કરવા જઈ રહી છે જેનાથી ગ્રાહકોની મોટી સમસ્‍યાનો ઉકેલ આવશે.

અત્‍યાર સુધી દેશમાં બેંક, એનબીએફસી અને કાર્ડ કરનારી કંપનીઓની વિરુદ્ધ ફરિયાદ માટે ગ્રાહકોને અલગ અલગ જગ્‍યાએ જવુ પડતુ હતુ. One Nation One Ombudsman પોલિસીથી ગ્રાહકોને એક જ જગ્‍યાએ ફરિયાદ કરવાની સુવિધા મળશે. આ પહેલા સૌથી મોટો ફાયદો એ થશે કે ગ્રાહકોની સમસ્‍યાનો જલ્‍દીથી જલ્‍દી ઉકેલ આપશે અને તેમને મોટી સંખ્‍યામાં રાહત મળશે. આ યોજના હેઠળ જે ગ્રાહકોને ફરિયાદ હશે તે ફોન, ઓનલાઈન, મેલ, પોસ્‍ટના માધ્‍યમથી ફરિયાદ દાખલ કરી શકશે.

ᅠઅત્‍યારે આરબીઆઈ દેશભરમાં સ્‍થિત ૨૨ ઓમ્‍બડ્‍સમેન ઓફિસના માધ્‍યમથી ૩ અલગ અલગ ઓમ્‍બડ્‍સમેન સ્‍કીમ ચલાવી રહી છે. ૩ ઓમ્‍બડ્‍સમેન સ્‍કીમને એકમાં ભેળવ્‍યા બાદ One Nation One Ombudsmanના વિચારને એક જ જગ્‍યાએથી તમામ ફરિયાદોને સાંભળવામાં આવશે. ઓમ્‍બડ્‍સમેન સિસ્‍ટમને સરળ, વધારે સક્ષમ અને વધારે જવાબદેહ બનાવવા માટે આરબીઆઈએ આ પગલું ભર્યું છે.

લોન લેનારા મોટા ભાગના ગ્રાહકોની ફરિયાદ હોય છે કે લોન આપનારી સંસ્‍થાન પૂરી જાણકારી આપ્‍યા વગર તેમની લોનનો સમય વધારી દે છે અથવા ઈએમઆઈમાં વધારો કરી દે છે. જોકે લોન ટર્મ અથલા ઈએમઆઈની રકમમાં ફેરફાર વ્‍યાજ દર બદલવા પર જ થાય છે. રેપો રેટમાં ફેરફારના કારણે લોનની શરતો પર અસર પડે છે. ૫ ફેબ્રુઆરીએ જ આરબીઆઈએ મૌદ્રિક નીતિનું એલાન કર્યુ છે. ૩ દિવસનીᅠ Monetary Policy Committee ની બેઠક બાદ રેપો રેટ નહીં બદલવાનો નિર્ણય કર્યો છે.

(1:22 pm IST)