Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

૬ ફેબ્રુઆરી

આજના દિવસનું મહત્વ

આજે ગીતકાર- ગાયક- સંગીતકાર પ્રદીપજીનો જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૯૧૫ની સાલમાં મધ્યપ્રદેશમાં થયો હતો. તેઓનું મૂળ નામ રામચંદ્ર નારાયણ દ્વિવેદી હતું. પ્રદીપે ૭૧ ફિલ્મોમાં ૧૭૦૦ ગીતો લખ્યા છે. તેમના લોકપ્રિય ગીતોની ઝલક...  અય મેરે વતન કે લોગો...  દૂર હટો દુનિયાવાલો  હિન્દુસ્તાન... કિતના બદલ ગયા ઈન્સાન...  પિંજરે કે પંછી રે...

વિશ્વખ્યાત લોકપ્રિય નવલકથાકાર જેમ્સ હેડલી ચેઈઝની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૮૫માં થયું હતું.

૨૦૦૨ની સાલમાં આજના દિને ભારતમાં ઘુસેલા પાકિસ્તાની વિમાનને ફૂંકી મરાયું હતું.

૧૯૧૧માં આજના દિને અમેરિકામાં પ્રથમ વૃધ્ધાશ્રમ શરૂ થયું હતું.

ભારત રત્ન ખાન અબ્દુલ ગફાર ખાનનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૮૯૦ની સાલમાં થયો હતો.

આજે મોતીલાલ નેહરૂની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૩૧ની સાલમાં થયું હતું. જવાહરલાલના પિતાશ્રી મોતીલાલ નામાંકિત વકીલ હતા. તેઓ બે વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.

૨૦૦૪ની સાલમાં આજના દિને લોકસભા ભંગ થઈ હતી. ત્રણ રાજયોમાં મળેલી જીતથી અટલજી સરકારે છ મહિના વહેલી લોકસભા ભંગ કરી ચૂંટણી યોજી હતી. ફિલગુડનો પ્રચાર ખૂબ થયો, પણ ગણિત ઊંધા પડયા. કોંગ્રેસને ૧૪૫ અને ભાજપને ૧૩૮ બેઠકો મળી. સોનિયાજીએ વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો અને મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા. આ ચૂંટણી  બાદ અડવાણીજીની રાજનીતિનું પતન શરૂ થયું હતું.  

વડોદરાની કાયાપલટ કરનાર રાજવી સયાજીરાવની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૩૯ની સાલમાં થયું હતું.

આજે ઉદ્યોગપતિ દોરાબજી જમશેદજી ટાટાની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૩૨માં થયું હતું.

(12:52 pm IST)