Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નયારા એનર્જીએ ભારતમાં ૬૦૦૦ પેટ્રોલપંપનું સીમાચિહન હાંસિલ કર્યું

નયારા એનર્જીના ઇંધણ રિટેલ બિઝનેસએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના આધારે ૧૮ ટકા વાર્ષિક વૃધ્ધિ નોંધાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર  તા. ૬ : આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઉર્જા કંપની નયારા એનર્જીએ આજે દેશભરમાં ૬,૦૦૦ પેટ્રોલપંપના મહત્વપૂર્ણ લક્ષ્યાંકને પાર કર્યાની ઘોષણા કરી છે. છેલ્લા પાંચ વર્ષોમાં તેના પેટ્રોલપંપની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ ૬૦૦ પેટ્રોલપંપ ઉર્મેયા હતા. ઓકટોબર ર૦ર૦થી નયારા એનર્જીએ નયારા બ્રાન્ડ સાથે નવા પેટ્રોલપંપ શરૂ કર્યા છે અને તેને દેશભરમાં ર૦૦થી વધુ નવા નયારા બ્રાન્ડવાળા પેટ્રોલપંપનું અનાવરણ કર્યુ છે.

આ પ્રસંગે નયારા એનર્જીના સીઈઓ બી. આનંદે જણાવ્યું હતું કે 'નાણાકીય વર્ષ ર૦૧૯–ર૦ર૦માં રિટેલ બિઝનેસમાં વાર્ષિક ધોરણે ૧૮ ટકા વૃઘ્ધિ થઈ છે. નયારા એનર્જીનું લક્ષ્ય રિટેલ નેટવર્કની વૃઘ્ધિની જાળવણી અને ભારતની મહત્વાકાંક્ષી વસતિની વધતી ઉર્જા માંગને સુરક્ષિત રાખવા માટે વર્ષ ર૦ર૪ના અંત સુધીમાં ૭,૬૦૦ સુધી પેટ્રોલપંપનું વિસ્તરણ કરવાનું છે. અમે ર૦ર૧ના પહેલા છ મહિનામાં પૂર્વ કોવિડ સ્તર પર પરત ફરી ગેસોલીન અને ગેસોઈલની સ્થાનિક માંગની અપેક્ષા રાખીશું.'

'છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી રિટેલ વૃઘ્ધિ એ નયારા એનર્જીએ દેશની લંબાઈ અને પહોળાઈમાં માઈલથી માઈલ મેળવેલા વિશ્વાસની સાક્ષી છે. ઝડપી વિકસિત પાન–ઇન્ડિયા ખાનગી રિટેલ પેટ્રોલપંપ તરીકે અમે ગતિશીલતા અને સગવડતાની વધતી જરૂરીયાતોને પહોંચી વળવા અને અમારા ગ્રાહકોનો અનુભવ વધારવા માટે પ્રતિબઘ્ધ છીએ,ભભ નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર સ્ટીફન બાયલરએ ઉમેર્યું.

નયારા એનર્જી એસેટ–લાઈટનું સંચાલન કરે છે, ડીલરની માલિકીના ડીલર સંચાલિત મોડલ ચલાવે છે, જે રિટેલ નેટવર્કનું ઝડપી વિસ્તરણ દેશભરમાં ઉંડે સુધી પ્રવેશી શકે છે. નયારા એનર્જી દેશના ઉર્જા માળખાને મજબૂત બનાવવા અને ઈંધણની ઉપલબ્ધતાની સુવિધા વધારવા માટે કટિબઘ્ધ છે.

નયારા એનર્જીના પેટ્રોલપંપ ગ્રાહક કેન્દ્રિત સેવાઓ અને કિવક લ્યુબ ચેન્જ સર્વિસ, નાઈટ્રોજન ભરવાની સુવિધા, આરોગ્યપ્રદ રેસ્ટરૂમ્સ, ગુણવતાયુકત–ખાતરીપૂર્વક પીવાનું પાણી, ડિજિટલ ચૂકવણીના વિકલ્પો અને વિવિધ વિશેષ ગ્રાહક સેવા કેન્દ્રો સહિતની સુવિધાઓથી સજજ કરવામાં આવી રહયા છે. તેના ફલીટ ગ્રાહકો માટે, કંપની ફલીટ પ્લસ પ્રદાન કરે છે જે ભારતનો પહેલો ડિજિટલ વફાદારી કાર્યક્રમ છે.

(12:50 pm IST)