Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દેશના અનેક રાજયોમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ

બપોરે ૧૨ થી ૩ દરમ્‍યાન અનેક રાજયોમાં ચક્કાજામ શાંતિપૂર્ણ : અનેક રાજયોમાં ખેડૂતોએ હાઇવે પર આવતા જતા વાહનો અટકાવ્‍યાઃ અનેકની અટકાયત

નવી દિલ્‍હી, તા.૬: દેશભરમાં ખેડૂતો ઉતર્યા રસ્‍તા પરઃ જમ્‍મુથી લઈને બેંગલુરુ-રાજસ્‍થાનથી ગુરુગ્રામ ચક્કાજામને સમર્થન, ટિકૈતે કહ્યું શાંતિપૂર્ણ આંદોલન

ખેડૂતો હાલમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે. હજુ સુધી કોઈ જગ્‍યાએ કોઈ તોફાનો જેવી ઘટના બની નથી. ખેડૂતોએ ૧૨ થી ૩ કલાક સુધીનું ચક્કાજામ ચાલુ થઈ ગયું છે. હરિયાણા પલવલ પાસે અટોહન ચોક પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્‍યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્‍વિજયસિંહે પણ લોકોને ખેડૂત આંદોલનને સપોર્ટ કરવા બહાર આવવા માટે ધરણા માટે આહ્વાન આપ્‍યું છે. જમ્‍મુ પઠાણકોટ હાઈવે પર જમ્‍મુમાં ખેડૂત સંગઠનોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્‍યું છે. અમે સરકારને આ કાયદાઓ રદ કરવાની અપિલ કરીએ છીએ. અમે દિલ્‍હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરીએ છીએ.

ખેડૂત આંદોલન હાઈલાઈટ્‍સ

* જમ્‍મુ પઠાણકોટ હાઈવે પર જમ્‍મુમાં ખેડૂત સંગઠનોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્‍યું

* ખેડૂતોએ રાજસ્‍થાન-હરિયાણા વચ્‍ચે શાહજહાપુર બોર્ડર પર ચક્કાજામ કર્યા

* પંજાબમાં અમૃતસર અને મોહાલીમાં ખેડૂતો ગાડીઓ રોકવા માટે રસ્‍તા પર બેસી ગયા છે.

* જમ્‍મુ-પઠાણકોટ હાઈવે પર ખેડૂતોએ રસ્‍તા પર આવતા-જતા વાહનો રોક્‍યા.

અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, કેન્‍દ્ર સરકારને ગેરસમજ છે કે, કાયદાનો વિરોધ માત્ર પંજાબમાં થઈ રહ્યો છે. દેશના દરેક ખેડૂતો આ કાયદાના વિરોધમાં છે. તેમ છતાં જો કેન્‍દ્ર સરકાર આખો બંધ કરીને તેને માત્ર પંજાબનો વિરોધ ગણતા હોય તો તે માટે કઈ થઈ શકે એમ નથી.

ચક્કાજામ દરમિયાન ખેડૂતોને દિલ્‍હીમાં દ્યુસતા રોકવા માટે રોડ નંબર ૫૬, ફણ્‍-૨૪, વિકાસ માર્ગ, જીટી રોડ, જાયરાબાદ રોડ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ વિસ્‍તારોમાં બેરિકેડ્‍સ પણ લગાવી દેવામાં આવ્‍યા છે.

દિલ્‍હીમાં ટીકરી બોર્ડર પર પોલીસ આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખી રહી છે.

જોઈન્‍ટ સીપી, દિલ્‍હી પોલીસે જણાવ્‍યું કે, કોઈ પણ પરિસ્‍થિતિને પહોંચી વળવા પોલીસ તૈયાર છે. અંતિસંવેદનશીલ વિસ્‍તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા છે.

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં ચક્કાજામ કરવામાં આવ્‍યું. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય દેશના તમામ રાજયોમાં બપોરના ૧૨ વાગ્‍યાથી ચક્કાજામની શરૂઆત કરવામા આવી હતી. જેની અસર મોટાભાગના રાજયોમાં જોવા મળી. ચક્કાજામને કારણે દિલ્‍હીમાં સુરક્ષા વ્‍યવસ્‍થા વધારવામાં આવી. દિલ્‍હીની અંદર અને સરહદ પર ૫૦ હજાર જવાનો તૈનાત કરવામા આવ્‍યા. જેથી ૨૬ જાન્‍યુઆરી જેવી સ્‍થિતિ પેદા ના થાય. આ સાથે જ દિલ્‍હીમાં ૧૦ મેટ્રો સ્‍ટેશનને બંધ કરી દેવામાં આવ્‍યા હતા..

કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતોએ આપેલા ચક્કાજામના આહ્વાનની શરૂઆત થઈ ગઈ છે. આની અસર દેખાવાની ચાલુ થઈ ગઈ છે. ખેડૂતોએ રસ્‍તા પર જામ લગાવવાનું ચાલુ કરી દીધું છે. ચક્કા જામને મધ્‍યનજર રાખીને દિલ્‍હીમાં ખાસ વ્‍યવસ્‍થા કરી છે. અપના હક લેકે રહેંગે ના નારા સાથે ખેડૂતોએ રસ્‍તાઓ જામ કરવાનું ચાલુ કરી દીધું છે. ખૂબજ શાંતિપૂર્ણ રીતે ખેડૂતો રસ્‍તા ઓ પર આવીને બેસી ગયા છે.

શાહજહાંપુર સરહદ (રાજસ્‍થાન-હરિયાણા) પાસેના નેશનલ હાઈવેને બંધ કરી દીધો

કૃષિ કાયદાઓ વિરુદ્ધ બેંગલુરુમાં પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યું. આ સાથે જ બેંગલુરુમાં યેલહંકા પોલીસ સ્‍ટેશન બહાર પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરવામા આવી હતી. પંજાબના અમૃતસર અને મોહાલીમાં પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યું હતું. આંદોલન કરતા ખેડૂતોએ શાહજહાંપુર સરહદ (રાજસ્‍થાન-હરિયાણા) પાસેના નેશનલ હાઈવેને બંધ કરી દીધો હતો. બીજી તરફ દિલ્‍હી પોલીસ દ્વારા દિલ્‍હી ફોર ફાર્મર્સના દ્યણા નેતાઓની અટકાયત કરવા મુદ્દે અખિલ ભારતીય કિસાન મજદૂર સભાએ ટીકા કરી હતી.

(3:21 pm IST)