Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ખેડૂત સંગઠનોનું ચક્કાજામ : એક અભેદ્ય કિલ્લામાં ફેરવાયું દિલ્હી

ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ચક્કાજામ ન કરવાની વાત કહી, તેમ છતાં રાષ્ટ્રીય પાટનગરની સુરક્ષા રાતોરાત વધી ગઈ

નવી દિલ્હી,તા. ૬: નવા કૃષિ કાયદાઓ વિરુદ્ઘ નવેમ્બરથી જ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં 'ચક્કાજામ' કરવાની હાકલ કરી છે. જોકે, દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ અને ઉત્ત્।રાખંડમાં ચક્કાજામનું આયોજન નથી. સંયુકત કિસાન મોરચાએ બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ કાર્યક્રમની અવધિ નક્કી કરી છે.

અગાઉ મોરચા દ્વારા પ્રજાસત્ત્।ાક દિને બોલાવવામાં આવેલી ટ્રેકટર રેલીમાં ભારે હિંસા થઈ હતી. તેના કારણે જ આ વખતે સરકાર વધુ સજાગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દિલ્હી પોલીસને સુરક્ષા વધારવાની સૂચના પણ આપવામાં આવી છે. જેથી રાતોરાતમાં દિલ્હી એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે.

(10:08 am IST)