Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

પોકસો કોર્ટે આરોપીને છોડી મૂકયો

સેકસના ઇરાદા વિના બાળકીના ગાલને સ્પર્શ કરવો એ ગુનો નથી

મુંબઈ, તા.૬:  વધુ એક આંચકાજનક ચૂકાદામાં મહારાષ્ટ્રની પોકસો કોર્ટે ઠરાવ્યું હતું કે કોઈપણ જાતનાં સેકસનાં ઈરાદા વિના બાળકીનાં ગાલને સ્પર્શ કરવામાં આવે તો તે પોકસો એકટ અંતર્ગત ગુનો બનતો નથી. મંગળવારે સ્પેશ્યલ પોકસો કોર્ટે એક કેસમાં ઉપર મુજબ ચૂકાદો આપીને ૨૮ વર્ષનાં ટેકનિશિયનને નિર્દોષ છોડી મુકયો હતો. તેની સામે પ વર્ષની વયનાં બાળકીની માતાએ જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તૂટી ગયેલું ફ્રીઝ રિપેર કરવા ગયેલા ટેકનિશિયન પર ૨૦૧૭માં બાળકીની માતા દ્વારા જાતિય સતામણી કરવાનો આરોપ મુકાયો હતો.

બાળકીની માતાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ટેકનિશિયન અમારા દ્યરે એક બપોરે ફ્રીઝ રિપેર કરવા આવ્યો હતો. ફ્રીઝમાં કોઈ ખામી જણાતા તે સ્પેરપાર્ટસ લેવા બહાર ગયો હતો. આ પછી માતા કોઈ કામ માટે રસોડામાં ગયા હતા. તેઓ રસોડામાં કોઈ કામ કરી રહ્યા હતા ત્યારે ટેકનિશિયન પાછળથી ત્યાં આવ્યો હતો અને તેને આંલિગનમાં લીધી હતી. મહિલાએ ધક્કો મારીને તેને પાછો હડસેલ્યો હતો. આમ છતાં ટેકિનિશિયને તેની હરકત છોડી ન હતી.

મહિલાની ફરિયાદ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પણ થોડા સમયમાં જ જામીન પર  મુકત કરાયો હતો. આ કેસમાં કોર્ટે મહિલાની જાતિય સતામણી માટે આરોપીને એક વર્ષની કેદ કરી હતી પણ બાળકીનાં ગાલને સ્પર્શ કરવાનાં કેસમાં તેને નિર્દોષ ઠરાવ્યો હતો.

(10:14 am IST)