Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રોજ સરેરાશ ૩૦૦૦ લોકોને કોરોના ભરખી જાય છે

અમેરિકામાં કોરોના હજુય બિહામણી રીતે ધુણે છેઃ ૨ સપ્તાહમાં જ ૪૦,૦૦૦ના મોત

વોશિંગ્ટન, તા.૬: વિશ્વમાં કોરોના સંક્રમણથી ૧૦.૫૫ કરોડથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે, જયારે ૨૨.૯૬ લાખથી વધારે લોકોના આ મહામારીથી મોત થઇ ચૂકયા છે. આ બધાની વચ્ચે અમેરીકામાં પરિસ્થિતી સૌથી ખરાબ છે. અહીં બે અઠવાડીયામાં લગભગ ૪૦,૦૦૦થી પણ વધારે લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ સમયમાં અહીં રોજના સરેરાશ ૩૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

'ધ ગાર્ડીયન'ના રીપોર્ટ અનુસાર, આનું એક કારણ લોકો ફરીથી બેપરવા બનવાનું અને એક જગ્યાએ ભેગા થવાનું છે. જો કે દેશમાં સંક્રમણનો દર ઘટયો છે પણ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સુપર બાઉલ મુકાબલાઓ પર કેટલાક શહેરોમાં પ્રતિબંધ મૂકવા અંગે પણ વિચાર થઇ રહ્યો છે. જયારે રસીકરણની ઝડપ આગામી સપ્તાહથી વધુ ઝડપી બનાવવાની યોજના પણ બનાવાઇ છે.

અમેરિકા પછી બ્રાઝીલમાં પણ પરિસ્થિતી બહુ ગંભીર છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૩૨ લોકોના મોત થતાં અહીં કુલ ૨.૨૮ લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જયારે સંક્રમિતોની કુલ સંખ્યા ૯૩.૯૬ લાખથી પણ વધી ગઇ છે.

(10:06 am IST)