Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કાશ્મીરના મુદ્દે ઈમરાન ખાને આપ્યું નિવેદન

ભારત એક પગલું ભરશે તો અમે ૨ પગલા ભરીશું

ઇસ્લામાબાદ, તા.૬: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુક્રવારે કાશ્મીર એકજુટતા દિવસ મનાવતા આરોપ લગાવ્યો કે ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. ઈમરાન ખાનને ટ્વીટ કરી કહ્યું કે પાકિસ્તાન ઉપમહાદ્વીપમાં હંમેશા શાંતિ માટે ઉભુ રહું છે પરંતુ આ માટે માહોલ બનાવવાની જવાબદારી ભારતની છે. તેમણે કહ્યુ કે જો ભારત સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવો મુજબ કાશ્મીરના મુદ્દાને ન્યાયપૂર્ણ સમાધાન માટે ગંભીરતા દર્શાવે તો અમે શાંતિ માટે ૨ પગલા ભરવા તૈયાર છીએ.

ઈમરાન ખાને કહ્યું કે આ વિસ્તારની સ્થિરતા માટે પાકિસ્તાનની શાંતિની ઈચ્છાને કમજોરી ન સમજવામાં આવે. તેમણે દાવો કર્યો છે કે આ એક દેશન રુપમાં અમારી તાકાત અને આત્મવિશ્વાસ છે કે અમે ૨ પગલા આગળ વધવા તૈયાર છીએ જેથી કાશ્મીરી લોકોના વૈધાનિક મહત્વકાંક્ષાઓને પૂરી કરી શકાય. આ પહેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતુ કે સંબંનને સામાન્ય કરવા અને સાર્થક વાતચીત માટે માહોલ બનાવવાની જવાબદારી ભારતની છે.

ઈમરાન ખાનનું આ નિવેદન સેના પ્રમુખ જનરલ બાજવાના નિવેદન બાદ આવ્યું છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાએ મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારતે કાશ્મીર મુદ્દાની ગરિમાપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે હલ કરવો જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ભારતે જમ્મુ કાશ્મીરના મુદ્દાને જમ્મુ કાશ્મીરના લોકોની આકાંક્ષાઓના અનુરુપ ગરિમાપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી જોઈએ.

જનરલ બાજવાએ કહ્યું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે જેણે ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ માટે ઘણા મોટા બલિદાન આપ્યા છે. તેમણે કહ્યું કે અમે પરસ્પર સન્માન અને શાંતિપૂર્ણ સહ- અસ્તિત્વને આદર્શ પર ચાલીને પ્રતિબદ્ઘ છે. હજું પણ આ દિશામાં શાંતિનો હાથ લંબાવવનો સમય છે. સાથે તેમણે કહ્યું કે શાંતીની ઈચ્છાને અમારી નબળાઈ ન સમજો. પાકિસ્તાનની સેના કોઈ ખતરાને ખતમ કરવાની ક્ષમતા રાખે છે અને તૈયાર છે.

(10:05 am IST)