Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દિલ્હીમાં પ્રોપર્ટી થશે સસ્તી:સર્કલ રેટમાં 20 ટકા સુધીનો ઘટાડો કરવા કેજરીવાલ સરકારનો નિર્ણય

રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે: સ્થાવર મિલકતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે

નવી દિલ્હી : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આવાસીય, વ્યાપારીક અને ઔદ્યોગિક સંપત્તિઓના સર્કેલ રેટમાં 20 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેબિનેટમાં નિર્ણય પછી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે કોવિડકાળના સમયમાં થયેલા આર્થિક નુકશાનમાંથી હવે ધીમે-ધીમે બહાર આવી રહ્યાં છીએ. અમારી સરકારનું તે કર્તવ્ય છે કે, તેઓ સામાન્ય વક્તિ પર નાણાકીય ભારને વધારે ઓછો કરવા માટે આ પગલું ભરી રહ્યાં છે

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું છે, આ નિર્ણયથી સંપત્તિ ખરીદવાના ઈચ્છુક લોકોને મોટી રાહત મલશે. સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. મહેસૂલ પ્રધાન કૈલાસ ગેહલોતે કહ્યું કે, સર્કલ રેટમાં 20% ઘટાડો કરવાનો નિર્ણય વધુને વધુ લોકોને સ્થાવર મિલકતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે. તે ઉપરાંત રિયલ સ્ટેટમાં આવેલી સ્થિરતાને દૂર કરશે

(12:08 am IST)