Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કાલે દિલ્હીની ભાગોળે ચક્કાજામ પૂર્વે UNO હ્યુમન રાઇટ્સ દ્વારા મોટું નિવેદન

સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવ અધિકાર અંગેના ટ્વિટર હેન્ડલ પર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે મોટું નિવેદન આવ્યું છે. તેમણે ભારતીય સત્તાધીશો અને ખેડૂત દેખાવકારોને હાલમાં ચાલી રહેલા ખેડૂત દેખાવો દરમિયાન બંને પક્ષને મહત્તમ સંયમ જાળવવા હાકલ કરી છે. સાથોસાથ કહ્યું છે કે શાંતિપૂર્ણ એકત્ર થવાનો અને પોતાના વિચારો પ્રદર્શિત કરવાના, ઓનલાઇન અને ઓફલાઇન અધિકારોનું, રક્ષણ થવું જોઈએ. બન્ને પક્ષોને માન્ય હોય તેવો માનભર્યો ઉકેલ સાથે બેસીને નીકળે અને માનવ અધિકારોનું સન્માન જળવાય તે જરૂરી છે.

(12:00 am IST)