Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

હું કોઈથી ડરીશ નહીં અને ચૂપ રહીશ નહીં : ભારતના ખેડૂત આંદોલનને માનવ અધિકાર ગણી સમર્થન આપનાર અમેરિકન લોયર ,લેખક ,અને સુશ્રી કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસની ટ્વીટર ઉપર કોમેન્ટ

વોશિંગટન : ભારતમાં છેલ્લા બે માસ કરતા વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લોકોનો વિરોધ કરવાનો અધિકાર ગણી સમર્થન આપનાર અમેરિકન લોયર ,લેખક ,અને સુશ્રી કમલા હેરિસની ભત્રીજી  મીના હેરિસ સામે વિરોધનો વંટોળ ઉઠતા તેણે  ટ્વીટર ઉપર કોમેન્ટ કરતા જણાવ્યું છે કે હું કોઈથી ડરીશ નહીં અને ચૂપ રહીશ નહીં .

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને અમેરિકન પોપ સ્ટાર રીહાનાએ પણ સમર્થન ઘોષિત કર્યું છે.ઉપરાંત સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થિનબર્ગે પણ સમર્થન આપ્યું છે.જેના વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.તેવું ટી.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)