Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

કોરોના : પાકિસ્તાન કહેશે તો તેના નાગરિકોને લવાશે

વિદેશ મંત્રાલય દ્વારા આખરે સ્પષ્ટતા કરાઈ : કોરોના વાયરસગ્રસ્ત ચીનથી બે ફ્લાઇટો મારફતે ૬૪૦ ભારતીય તેમજ માલદીવના ૭ નાગરિકોને ખસેડી લેવાયા

નવીદિલ્હી, તા. : ચીનમાં કોરોના વાયરસનો આતંક મચેલો છે ત્યારે સૌથી પ્રભાવિત દેશમાંથી પોતાના નાગરિકોને ખસેડવાની પ્રવૃત્તિમાં તમામ દેશો લાગેલા છે. વિદેશ મંત્રાલય દ્વારા હવે ચીનના શહેર વુહાનથી ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે અભિયાનને તીવ્ર બનાવી દીધું છે. બીજી બાજુ અભિયાનને ખુબ જટિલ ગણાવીને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ચીન સરકાર તરફથી ખુબ શાનદાર મદદ મળી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું છે કે, ભારતે બે ફ્લાઇટો મારફતે ચીનમાંથી ૬૪૦ ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને ખસેડી લીધા છે. ગાળા દરમિયાન ચીનમાં ફસાયેલા કેટલાક પાકિસ્તાની લોકોને ભારત સરકાર ખસેડી શકે છે કે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી આવી કોઇ અપીલ કરવામાં આવી નથી. જો કોઇ પ્રકારની આવી સ્થિતિ હશે તો ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે. પાકિસ્તાની દ્વારા હજુ સુધી કોઇ અપીલ કરવામાં આવી નથી.

        વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ચીનના વુહાન શહેરમાં ફસાયેલા લોકોને ઝડપથી પરત લાવવામાં આવી રહ્યા છે. જે પાકિસ્તાની લોકો અને વિદ્યાર્થી ફસાયેલા છે તે લોકો ભારતની પ્રશંસા કરી રહ્યા હતા. મોદી હૈ તો મુમકીન હૈ, મોદી જિંદાબાદની વાત પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. પાકિસ્તાની વિદ્યાર્થીઓ એવી પણ ઇચ્છા રાખી રહ્યા છે કે, જો પાકિસ્તાન સરકાર આના માટે તૈયાર થઇ રહી નથી તો ભારત સરકાર અમારી મદદ કરી શકે છે. રવિશકુમારે કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. પાકિસ્તાન સરકાર તરફથી કોઇ રજૂઆત કરવામાં આવ્યા બાદ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ચીનથી આવનાર લોકો માટે -વિઝા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. વિઝા સંબંધિત નિયંત્રણો માત્ર ચીની મેનલેન્ડ માટે છે. ચીનના લોકોને આપવામાં આવેલા તમામ વર્તમાન -વિઝા હવે માન્ય રહેશે નહીં. આવી રીતે જે નોર્મલ વિઝા જારી કરવામાં આવ્યા છે તે પણ હવે માન્ય રહેશે નહીં. કોરોના વાયરસને લઇને દુનિયા દેશો પોતપોતાના નાગરિકોને ખસેડી રહ્યા છે ત્યારે ભારત સરકાર સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહી છે. ભારતના તમામ વિમાની મથકો ઉપર પુરતી તબીબી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચીનથી આવનાર ભારતીયના નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી ભારતમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસો થયા છે. ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે.

(7:55 pm IST)