Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

RBIએ કોઇ રાહત ન આપીઃ લોન ધારકો નિરાશ

રીઝર્વ બેંકે રેપો રેટ ૫.૧૫ ટકા યથાવત રાખ્યો : સતત બીજીવાર કોઇ ઘટાડો જાહેર ન થતા EMI યથાવત રહેશે : ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ ૬% રહેશે : મોંઘવારીને ધ્યાને રાખી RBIએ વ્યાજદરો યથાવત રાખ્યાનો સંકેત

નવી દિલ્હી તા. ૬ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ ઘટાડો કર્યો નથી. આ સતત બીજી નાણાકીય સમીક્ષા બેઠક છે જેમાં આરબીઆઈએ રેપો રેટ સ્થિર રાખ્યો છે. આ અગાઉ ડિસેમ્બરમાં પણ સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જેથી ૨૦૧૯ના પ્રારંભિક નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટ સતત ૫ વખત ડિડકટ કરવામાં આવ્યો હતો.

રેપો રેટ એટલે જેના પર આરબીઆઈ બેંકોને ફંડ આપે છે અને આ જ ફંડના આધારે બેંકો ગ્રાહકોને વ્યાજદરમાં રાહત આપે છે. જોકે, આરબીઆઈ દ્વારા અપેક્ષિત રેપો રેટ ઘટાડાથી બેંકોને ફાયદો થયો નથી. આ જ કારણ છે કે આરબીઆઈએ પણ બેંકોને ગ્રાહકોને રેપો રેટ ઘટાડાનો લાભ વધારવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં રેપો રેટ ૫.૧૫ ટકા પર સ્થિર છે. હકીકતમાં ફુગાવાના આંકડા અને બજેટમાં રાજકોષીય નુકસાનના લક્ષ્યાંકને કારણે આરબીઆઈ દબાણ હેઠળ હતું. નોંધનીય છે કે, સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય નુકસાનના લક્ષ્યાંકને વધારી કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ૩.૮ ટકા કર્યો છે. અગાઉ નાણાકીય રાજકોષીય નુકસાનનો લક્ષ્યાંક ૩.૩ ટકા રાખ્યો હતો. ઙ્ગશાકભાજી, ખાસ કરીને ડુંગળી અને ટામેટાં મોંઘા થવા એ ફુગાવાનો મુખ્ય કારણ છે. જયારે, ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ૭.૩ ટકાના ઉચ્ચ સ્તર પર હતો. આ આરબીઆઈની અપેક્ષા કરતા વધુ છે.

(3:22 pm IST)