Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ઉત્ત્।રાખંડમાં ભારે હિમવર્ષાની ચેતવણીઃ ૭ રાજયોના હવામાનમાં થશે ભારે પલટો

 નવી દિલ્હીઃ હવામાન વિભાગે સાત રાજયમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં બરફ વર્ષા અને વરસાદથી જનજીવન પર અસર પડશે. છેલ્લા થોડા સમયથી કેટલાક રાજયોમાં મોસમ બદલાઈ રહ્યું છું, પહાડી ક્ષેત્રોમાં ત્યારે બરફ વર્ષા થઇ હતી.હવામાન વિભાગે દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્ત્।ર પ્રદેશના, ઝારખંડ, ઉત્ત્।રાખંડ, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી હતી. આ રાજયોમાં ફરીથી તીવ્ર ઠંડી શરૂ થશે. ઉત્ત્।રાખંડમાં ભારે હિમવર્ષા થવાની ચેતવણી જાહેર કરી હતી.ઉત્ત્।રાખંડમાં ભારે બરફવર્ષાની આગાહીને કારણે જિલ્લા અધિકારીને સતર્ક રહેવાનો આદેશ થયો છે. હવામાન વિભાગના વડા વિક્રમસિંહે જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવે પછીના ત્રણ દિવસ સંવેદનશીલ છે અને ઉત્ત્।રાખંડમાં રેડ એલર્ટ જાહેર છે. હવામાન વિભાગની ચેતવણી બાદ ઉંચાઇ વાળા વિસ્તારોમાં રહેનારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઇ હતી.મસુરીમાં ભારે બરફવર્ષા થઇ પરંતુ ગરમીનો પારો પણ ઝડપથી ઉંચો ગયો પહેલી ફેબુ્રઆરીમાં મસૂરીમાં તાપમાન ૭.૭ ડિગ્રી હતું. તે ચાર દિવસમાં વધીને ૧૮.૬ ડિગ્રી થયું. પણ હવે તાપમાનમાં દ્યટાડો થવાની શકયતા છે.દરમિયાન દિલ્હીમાં આકાશ સ્વચ્છ થયું હતું. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કરા સાથે વરસાદની આગાહી કરી હતી. દિલ્હીનું તાપમાન આજે નવ ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ ૧૦૦ અને ૫૫ ટકાની વચ્ચે રહ્યો હતો. છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વરસાદ થવાની આગાહી કરી હતી.  

(3:35 pm IST)