Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રૂ. ૮૯૯માં હવાઇ મુસાફરીની તક

સ્પાઇસ જેટે જાહેર કર્યું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી તા. ૬ : દેશની બજેટ એરલાઈન કંપની સ્પાઈસજેટ મુસાફરો માટે એક સેલ શરૂ કર્યો છે, જેમાં ડોમેસ્ટિક એર-વે પર મુસાફરી પ્રતિ કીમી ૧.૭૫ રૂપિયા અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે ૨.૫ રૂપિયા પ્રતિ કિલોમીટર રાખવામાં આવી છે. કંપની અનુસાર, આ ઓફર મર્યાદિત સમય માટે છે. ડોમેસ્ટિક ટ્રાવેલિંગ પર શરૂઆતી ભાડુ ૮૯૯ રૂપિયા (તમામ ટેકસ સાથે) અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ પર શરૂઆતી ભાડુ ૩૬૯૯ રૂપિયા (તમામ ટેકસ સાથે) રાખવામાં આવ્યું છે.

એરલાઈન SBIના ક્રેડિટ કાર્ડથી ટિકિટ ખરીદનારને ૧૦ ટકા એકસટ્રા ડિસ્કાઉન્ટ અને ફ્રી પ્રાયોરિટી ચેક-ઈન ઓફર કરી રહી છે, જેના માટે SBISALE પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે. એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ અને SBI કૂપન માત્ર કંપનીની વેબસાઈટ www.spicejet.com દ્વારા ટિકિટ ખરીદવા પર જ મળશે.

મુસાફરો પ્રોમો કોડ ADDON25 યુઝ કરી પ્રીફર્ડ સીટ, મીલ, સ્પાઈસ મેકસ પર ૨૫ ટકાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો મુસાફરો સ્પાઈસજેટની મોબાઈલ એપ દ્વારા ટિકિટ ખરીદે તો તેમને પાંચ ટકાની વધારાની છૂટ મળશે. પાંચ ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવવા માટે ADDON30 પ્રોમો કોડ ઉપયોગ કરવાનો રહેશે.

આ ઓફર પાંચ ફેબ્રુઆરી, ૨૦૧૯થી લઈને ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી માન્ય છે. આ ટિકિટો પર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ટ્રાવેલ કરી શકાશે.(૨૧.૬)

(11:30 am IST)