Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

'ઉરી'એ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી : હુમલાની આશંકાથી ફફડે છે

પાકિસ્તાની સેના હાલ ભારત તરફથી કોઇ મોટી કાર્યવાહીના ડરથી ગભરાયેલી છે : છેલ્લા એક મહિનામાં પાકિસ્તાની સેનાના ટોપ કમાન્ડર્સે સરહદ પર મહત્વની ચોકીઓની મુલાકાત લીધી છે : જાન્યુઆરીમાં ૨૦ અને ફેબ્રુઆરીમાં આવી ૫ મુલાકાતો અત્યાર સુધી થઈ છે : જેમાં લેફટેનન્ટ જનરલ કે મેજર જનરલ રેન્કના ઓફિસરોએ મુલાકાત લીધી છે : રસપ્રદ વાત એ છે કે આ ભયને વધારવામાં ફિલ્મ ઉરીનો ખુબ મોટો હાથ છે

નવી દિલ્હી તા. ૬ :  વિપક્ષ દ્વારા ભીંસમાં મૂકાઈ રહેલી મોદી સરકાર માટે આ રીપોર્ટ થોડો રાહત આપનાર બની શકે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારના સમયકાળમાં દેશમાં આતંકવાદી હુમલાઓમાં જમ્મુકશ્મીરને છોડીને ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રમાં મોદી સરકાર દરમિયાન દેશમાં આતંકવાદી હુમલાઓમાં કમી થઈ છે. ગૃહમંત્રાલયના આંકડા મુજબ, ૨૦૧૪ માં ૩ ત્રાસવાદી હુમલાઓ થયાં હતી, જયારે ૨૦૧૮ માં ફકત એક આતંકવાદી હુમલો થયો હતો. વર્ષ ૨૦૧૫-૧૬ માં એક-એક આતંકવાદી હુમલો થયો હતો, જયારે ૨૦૧૭માં કોઈ આતંકવાદી હુમલો થયો ન હતો. આ ત્રાસવાદી હુમલાઓમાં કુલ ૧૧ નાગરિકોના મોત થયા હતાં. જેમાં ૧૧ સુરક્ષા દળોના ૧૧ જવાન શહીદ થયાં અને ૭ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં.

નકસલ-પ્રભાવિત રાજયો વિશે જણાવાયું છે કે, છેલ્લા ૫ વર્ષોમાં હિંસામાં ઘટાડો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૪,૯૬૯ નકસલવાદી હુમલા થયાં છે. વર્ષ ૨૦૧૪ માં ૧૦૯૧ નકસલી હુમલાઓ અને ૨૦૧૮ માં ૮૩૩ નકસલી હુમલાઓ થયાં હતાં. ૨૦૧૫ માં ૧૦૮૯, ૨૦૧૬ માં ૧૦૪૮ અને ૨૦૧૭ માં ૯૦૮ નકસલી હુમલાઓ થયાં હતાં.

૫ વર્ષ દરમિયાન માઓવાદી હુમલા અને તેમાં નાગરિકોના મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવામાં આવ્યો છે.નકસલીઓ સામેની સતત કાર્યવાહીને કારણે દર વર્ષે અધિકતર સંખ્યામાં માઓવાદીઓ મરતાં રહ્યાં હતાં. ૨૦૧૪માં ૬૩ નકસલીઓના મોત થયાં હતાં, જયારે ૨૦૧૮માં, ૨૨૫ નકસલીઓના મોત થયાં હતાં.

ઉત્તર-પૂર્વીય રાજયોની હિંસામાં પણ ઘટાડો થયો છે. ૨૦૧૪માં ૮૨૪ ઘટનાઓ અને ૨૦૧૮માં ૨૫૨ બનાવો થયા હતા. છેલ્લા ૫ વર્ષોમાં, સુરક્ષાદળોના ૧૦૯ કર્મચારીઓને શહીદ થયાં જયારે સૈન્યએ ૫૦૮ ઉગ્રવાદીઓને ઝેર કર્યાં હતાં.

જમ્મુ કશ્મીરમાં ૫ વર્ષમાં ૧૭૦૮ હુમલા નોંધાયાં હતાં. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સતત વધારો થયો છે. ૨૦૧૪માં ૨૨૨ આતંકવાદી હુમલાઓ, ૨૦૧૮માં ૬૧૪, ૨૦૧૫માં ૩૪૨ , ૨૦૧૬માં ૨૦૮, અને ૨૦૧૭માં ૩૨૨ હુમલા થયાં હતા. છેલ્લા ૫ વર્ષોમાં, કુલ ૮૩૮ આતંકવાદીઓ માર્યાં ગયાં હતાં, જયારે ૩૩૯ સુરક્ષા કર્મચારીઓ શહીદ થયાં હતાં. આ ત્રાસવાદી હુમલાઓમાં કુલ ૧૩૮ નાગરિકોના મોત થયાં. કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીરે જણાવ્યું કે દેશમાં આતંકવાદી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર અને રાજયસ્તરે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે.(૨૧.૩)

(11:21 am IST)