Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

‘‘હર હર ભોલે'' : યુ.એસ.માં ‘‘સનાતન શિવશકિત મંદિર ઓફ હયુસ્‍ટન'' દ્વારા ૧૩ ફેબ્રુ. મંગળવારે મહાશિવરાત્રી ઉજવાશે : આખો દિવસ મૃત્‍યુંજય જાપ યજ્ઞ, સાંજે મહાઆરતી, બાદમાં રાત્રીના ૮:૩૦ થી બીજા દિવસે સવારે ૬ વાગ્‍યા સુધી ચારે પ્રહર દરમિયાન પૂજાવિધિ

હયુસ્‍ટન : યુ.એસ.માં સનાતન શિવશકિત મંદિર ઓફ  હપુસ્‍ટન, ૬૬૪૦, હાર્વિન Dr,હયુસ્‍ટન મુકામે ૧૩ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવાશે.

ઉજવણી નિમિતે આખો દિવસ મૃત્‍યુંજય જાપ યજ્ઞ થશે. સાંજે ૭ વાગ્‍યે મહાઆરતી થશે. બાદમાં પ્રથમ પ્રહરની પૂજા રાત્રિના ૮:૩૦ થી ૧૦ વાગ્‍યા સુધી, બીજા પ્રહરની પૂજા રાત્રિના ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન, ત્રીજા પ્રહરની રાત્રિના ૧ વાગ્‍યાથી ૩ વાગ્‍યા સુધી તથા ચોથા પ્રહરની પૂજા રાત્રિના ૩:૩૦થી સવારે ૬ વાગ્‍યા સુધી થશે.

પૂજામાં બેસવા ઇચ્‍છુકોને પૂજારી પાસે નામ નોંધાવી દેવા જણાવાયું છે. મહાપૂજામાં બેસવા માટે ૨૦૧ ડોલર ડોનેશન અપેક્ષિત છે.તથા દિવસ દરમિયાન અભિષેક માટે ૨૧ ડોલર ડોનેશન અપેક્ષિત છે.

મંદિરમાં ઠંડાઇ, પ્રસાદ તથા ફળાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. અભિષેક માટે દુધ તથા પ્રસાદ આવકાર્ય હોવાનું જણાવાયું છે.

પૂજામાં બેસવા માટે નામ નોંધાવવા પૂજારી શ્રી હાર્દિક રાવલ 361-243-6539 અથવા શ્રી પ્રકાશભાઇ અધવર્યુ832-981-0055 અથવા શ્રી પ્રણવ પંડયા, 832-758-9733 અથવા મંદિરના કોન્‍ટેક નં.713-278-9099 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:02 pm IST)
  • ઉત્તરાખંડના ભાજપના મુખ્યમંત્રી હરીશ રાવત ૯ મહિનામાં ૬૮ લાખ રૂપિયાની ચા ગટગટાવી ગયા છે : આરટીઆઈમાં જાણ કરવામાં આવી છે access_time 5:34 pm IST

  • રાજયસભામાં આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ પ. બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મમતા સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ બાબતે ભારે ધમાલ મચાવતા રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી access_time 5:34 pm IST

  • બિટકોઈનની લેતી-દેતી ઉપર ટેકસ ભરવો પડશે : ફેક કરન્સી ગણાતી બિટકોઈનની લેતી-દેતીથી થયેલી આવક ઉપર ઈન્કમટેક્ષ ભરવો પડશે તેવું સીબીડીટી ચેરમેન સુરતલચંદ્રએ જણાવ્યુ access_time 6:28 pm IST