Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પેટ્રોલ - ડિઝલમાં ૭ થી ૯ પૈસાનો વધારોઃ ૮૧ રૂપિયે પહોંચ્યા ભાવ

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે જૂના રેકોર્ડ બ્રેક કરે તેવો ભાવ વધારો જોવા મળ્યો હતો. આજે મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૧.૨૪ નોંધવામાં આવી છે.  ડિઝલ છે ૬૮.૩૯ રૂપિયા. પેટ્રોલની કિંમતમાં ૭ પૈસા અને ડિઝલની કિંમતમાં ૯ પૈસાનો વધારો થયો છે. ત્યાં જ દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૩.૮૮ રૂપિયા અને ડિઝલ ૬૪.૨૨ રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૭૨.૭૮ પહોંચ્યા છે. અને ડિઝલ પણ ૬૯.૬ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોને ઓછા કરવા માટે ખાસ સહાય કરવામાં આવશે. પણ બજેટમાં પણ કોઇ રાહતે નથી મળી. વધુમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજ રોજ વધી રહ્યા છે. જો કે નાણાં મંત્રી અરુણ જેટલીએ ૧ ફેબ્રુઆરીએ જે યુનિયન બજેટ રજૂ કર્યું હતું. તે વખતે પેટ્રોલ અને ડિઝલને જલ્દી જ જીએસટી અંતર્ગત લેવાની વાત કરી હતી. નોંધનીય છે કે પેટ્રોલ મંત્રાલયે પણ નાણાં મંત્રીને બજેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવને અંકુશમાં લાવવા માટે અપીલ કરી હતી. પણ બજેટમાં કોઇ ખાસ પગલાં  ઉઠાવવામાં નહતા આવ્યા. જેના કારણે હાલ સામાન્ય માણસને મોંધવારીમાં આ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(5:28 pm IST)