Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાકિસ્તાનના એજન્ટની ભૂમિકામાં ફારૂક અબ્દુલ્લા : ગોળીઓ માત્ર પાકિસ્તાન નહિં ભારત પણ ચલાવે છે : વાતચીતથી જ હલ નીકળશે

રવિવારે કાશ્મીર સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં ૪ જવાન શહીદ થઈ ગયા પછી બંને દેશોને સરહદે ભારે ટેન્શન સર્જાયુ છે. દરમિયાન જમ્મુ - કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પક્ષના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ ભારત સરકારને પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ આપી છે. દિલ્હીમાં સંસદના બજેટ સત્ર દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે શું ગોળીબારો માત્ર પાકિસ્તાન તરફથી જ થઈ રહ્યા છે? તેમણે કહ્યુ કે બંને તરફથી ફાયરીંગ થાય છે : આવી સ્થિતિ લોકો માટે વિનાશકારી છે અને આપણને યુદ્ધ તરફ લઈ જશે અને યુદ્ધ કોઈપણ બાબતનું સમાધાન થશે નહિં તેમણે આ તનાવ ઓછુ કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીત થવી જોઈએ તેવું મંતવ્ય દર્શાવ્યુ હતું.

(4:19 pm IST)