Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ત્રણ દિવસના વિદેશ પ્રવાસે જશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

૯મી ફેબ્રુઆરીથી

નવી દિલ્હી તા. ૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના વિદેશ પ્રવાસે ૯ ફેબ્રુઆરીના રોજ જવા રવાના થશે. આ વિદેશ પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિસ્તાઇન, યુએઇ અને ઓમનની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારત અને ખાડી દેશ સાથે વેપાર, રોકાણ, સુરક્ષા, આતંકવાદ વિરુધ્ધ સહયોગ, ઊર્જા સહિત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પર ભાર મુકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વિદેશ પ્રવાસ ૯ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી વચ્ચે રહેશે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ફિલિસ્તાઇન અને ઓમાનની મુલાકાતે જશે જયારે યુએઇની આ બીજી મુલાકાત હશે. પીએમ મોદી ૯મીએ રામલ્લા જશે અને ૧૧ ફેબ્રુઆરીમાં યુએઇમાં રોકાશે. ૧૨મીએ મસ્કટના એક દિવસના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફરશે. પીએમ મોદી દુબઇમાં આયોજીત છઠ્ઠા વર્લ્ડ ગર્વમેન્ટ સમિટને સંબોધન કરશે.

(4:06 pm IST)