Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સેંસેક્સમાં વિક્રમી કડાકા...

૨૦૧૫માં ૧૬૨૫ પોઇન્ટનો સૌથી મોટો કડાકો

         મુંબઈ, તા.૬ : વૈશ્વિક શેરબજારમાં હાલ પ્રવર્તી રહેલી અભૂતપૂર્વ મંદીની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે કારોબારની શરૂઆત થતાની સાથે જ બજારમાં કોહરામની સ્થિતી રહી હતી. શેરબજાર ફરી એકવાર પત્તાની મહેલની જેમ ધરાશાયી થતા કારોબારી ભારે ચિંતાતુર દેખાયા હતા. ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં ૧૨૦૦ પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૩૫૩૮ની નીચી સપાટી પર રહી હતી. ૫૦ શેરના એનએસઇ નિફ્ટીમાં ૩૫૦ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલાયો હતો.  શેરબજારના ઇતિહાસમાં હજુ સુધીના સૌથી મોટા કડાકા નીચે મુજબ છે.

*    ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો

*    ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો

*    છઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે શરૂઆતી કારોબારમાં ૧૨૦૦ પોઇન્ટનો ઘટાડો

*    ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો

*    ૧૭મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો

*    ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો

*    ૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો ઘટાડો

*    છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો

*    છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો

*    બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો

*    ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો

*    ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો

*    ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

*    ૧૦મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૮૦૧ પોઇન્ટનો ઘટાડો

*    ૧૩મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૭૧ પોઇન્ટનો ઘટાડો

*    ૧૭મી ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે ૭૬૯ પોઇન્ટનો ઘટાડો

*    ૧૬મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો

*    ૭મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ૭૪૯ પોઇન્ટનો ઘટાડો

*        ૩૧મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૨૬ પોઇન્ટનો ઘટાડો

(12:50 pm IST)