Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નાણા મંત્રાલયે GSTને ઇ-વે બિલ સિસ્ટમ ફુલપ્રુફ બનાવવાનું જણાવ્યું

પંદર દિવસમાં આ સિસ્ટમ ફરી કાર્યરત થવાની આશા

નવી દિલ્હી તા. ૬ :.. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) ની આઇટી પાંખ જીએસટી નેટવર્ક (જીએસટીએન) માં ટ્રાન્સપોર્ટરો માટે રાજયો વચ્ચે માલની હેરફેર માટેના જરૂરી ઇલેકટ્રોનિક ઇ-વે બીલ ઇસ્યુ કરવાની સુવિધા લોન્ચ કરવામાં આવી એ જ દિવસે એમાં મુશ્કેલીઓ સર્જાઇ હતી એનો અહેવાલ જીએસટીએન પાસેથી નાણા મંત્રાલયે મગાવ્યો છે. નાણામંત્રાલય એ સીસ્ટમ ફરી લોન્ચ કરાય એ પૂર્વે જીએસટીએન સજ્જ છે કે નહીં એ નાણા મંત્રાલય જાણવા માગે છે એમ ફાઇનેન્સ સેક્રેટરી હસમુખ અઢીયાએ કહયું હતું.

 

ઇ-વે બીલમાં પીછેહઠ નહીં

જીએસટીની જોગવાઇ પ્રમાણે ગઇકાલે ઇ-વે બીલ સીસ્ટમ દાખલ કરવામાં આવી હતી, પરંતુ એમાં પરમિટસ જનરેટ કરવા સંબંધિત ક્ષતીઓ સર્જાઇ હતી એટલે એનો અમલ તત્કાળ કામચલાઉ રોકી દેવામાં આવ્યો હતો. ઇ-વે બિલમાં પીછેહઠ કરવાનોસવાલ જ નથી, કારણ કે એ કરચોરી રોકવા માટેનું સાધન છે. સીસ્ટમ ફુલપ્રુફ તૈયાર થઇ જાય એ પછી એને કેટલાંક સપ્તાહમાં દાખલ કરવામં આવશે.

જીએસટી હેઠળ પ૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના માલની હેરફેર માટે ઇ-વે બીલ આવશ્યક છે. અઢીયાએ કહયું હતું કે, 'ઇ-વે બિલની જોગવાઇના અમલને હંગામી મોકૂફ રાખીને સરકારે ઉદ્યોગોને એ દર્શાવી આપ્યું છે કે સરકાર તેમની માગણીઓન ેસ્વીકારવા તૈયાર છે જેથી તેમને સહન કરવું ન પડે.'

પંદરેક દિવસમાં તૈયાર

ઇ-વે બિલ પોર્ટલ નેશનલ ઇન્ફર્મેટિકસ સેન્ટર (એનઆઇસી) દ્વારા વિકસાવવામં આવ્યું છે. અઢીયાએ કહયું હતું કે '૧પ  દિવસના ટ્રાયલ-રન વખતે બધું બરાબર હતું. પરંતુ પોર્ટલ ખુલ્લું મુકાયું ત્યારે કેટલાંક સર્વર લોડ સહન કરી શકયાં નહોતાં અને વેપારીઓને બિલ જનરેટ કરવામાં મુશ્કેલી નડી હતી. ફેબ્રુઆરીની મધ્ય સુધીમાં સીસ્ટમ તૈયાર થઇ જવની અપેક્ષા છે.'

(11:41 am IST)
  • આણંદના વિદ્યાનગરમાં ભાજપનો ભડકો : પાલિકા પ્રમુખની કામગીરીથી નારાજ થઈ ભુરાભાઈ આયરે ભાજપમાંથી આપ્યુ રાજીનામુ access_time 6:04 pm IST

  • અમદાવાદના એલીસબ્રીજ પરથી છલાંગ લગાવી, કોઈ અગમ્ય કારણોસર બે યુવાન મિત્રો - નરેશ રાઠોડ અને સુભાષ દવેરાએ મોત મીઠુ કર્યું છે access_time 9:33 am IST

  • બનાસકાંઠાના તેરવાડા ઉજનવાડામાં ખેડૂતોના ૩૦૦ જેટલા કનેકશન કાપી નખાયા : નર્મદા અધિકારીઓ અને પોલીસનો કાફલો સાથે આવીને કનેકશન કાપી નાખતા ખડૂતોમા રોષ access_time 3:43 pm IST