Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

૨૦૧૯માં ભાજપ ૨૧૫થી વધુ બેઠકો નહિં જીતેઃ અરવિંદ કેજરીવાલઃ અમિતભાઇ શાહને સીધો જવાબ

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ચુંટણી વિશ્લેષક બન્યા હતા અને દાવો કર્યો હતો કે, ૨૦૧૯ની સામાન્ય ચુંટણીઓમાં ભાજપને ૨૧૫થી  વધુ બેઠકો નહિં મળે. ટ્વિટર પર તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા દિવસોમાં કેટલાક લોકોને મળ્યા હતા. તે બધા વચ્ચેથી એવા સંકેત મળે છે કે ભાજપ ૨૧૫થી ઓછી બેઠકો મેળવશે. બેરોજગારી સૌથી સમસ્યા છે, યુવાઓ ભવિષ્યને લઇ ચિંતિત છે, મધ્યમવર્ગ ભાજપથી હતાશ છે. કેજરીવાલના સંકેતો ત્યારે આવ્યા જયારે એક અઠવાડીયા પહેલા અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, ભાજપ ૨૦૧૯માં ૨૦૧૪ કરતા વધુ  બેઠકો મેળવશે. અમિત શાહે તેમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, ભાજપ  દક્ષિણ ભારતીય અને  ઉત્તર ભારતીય રાજયોમાં કામ કરી રહ્યું છે. ઓરીસ્સાના  સ્થાનિક ચુંટણીઓમાં અમારૂ પ્રદર્શન સારૂ રહ્યું છે. પશ્ચિમ બંગાળના અમુક વોર્ડમાં અમારા તરફ મતોમાં વધારો થયો છે.  અમારૂ પ્રદર્શન તેલગાંણા અને કેરળમાં પણ સારૂ રહ્યું છે. અમે ઉત્તરપુર્વના દરેક રાજયમાં આગળ વધી રહયા છીએ. જો કે શાહે ૨૦૧૯માં ભાજપ વિરૂધ્ધ વિપક્ષની એકતાની શકયતાને નકારી નહોતી. તેમણે કહ્યું કે, જો અમારો વિસ્તાર વધતો હોય તો દરેક  રાજયમાં અમારી પાસે છ રાજયો હતા. જો ૨૦૧૯માં ૨૨ રાજય સરકારો સાથે ઉતરીશુ તો અમારે ૨૨ રાજયોમાં લડવું પડશે . તેમણે  એમ પણ કહ્યું કે લોકશાહિમાં વિપક્ષ મજબુત હોવું જોઇએ પરંતુ આ ભાજપની જવાબદારી નથી. (૪૦.૩)

(11:40 am IST)