Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બે નવા ટેકસની તૈયારીઃ 'નોન કોમ્પિટ ફી ટેકસ અને ડિજિટલ ટેકસ'

સરકારના આ પગલાથી ન કેવળ ગૂગલ, ફેસબુક અને નેટફિલકસ જેવી મોટી કંપનીઓ પર અસર પડશેઃ ભારતમાં વેપાર કરતી ઇન્ટરનેટ આધારિત નાની વિદેશી કંપનીઓએ પણ ટેકસ ભરવો પડશે

નવી દિલ્હી તા. ૬ : દેશના ઇન્કમ ટેકસમાં ઘણી અસંગતિઓ જોવા મળે છે. જેમ કે કોઇ વ્યકિતની નોકરીથી થઇ રહેલી સેલેરી ટેકસના દાયરામાં આવતી હોય તે જરૂરી નથી. આ વર્ષના બજેટમાં આ વસ્તુ બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. નોન કોમ્પિટ પેમેન્ટ્સ –'સેલેરી' અને 'વેતનના બદલામાં ફાયદો'ના દાયરામાં આવતાં નથી. જેના કારણે તેના પર ટેકસ લાગતો નથી. તેમ જ ભારતમાં વિદેશી ઇન્ટરનેટ કંપીઓ પાસેથી પણ ટેકસ વસૂલવાની શરૂઆત થઇ શકે છે. આ બે નવી ટેકસ શરૂઆત કરવાની તૈયારી થઇ ગઇ છે.

 

બિઝનસજગતનું કહેવું છે તે બજેટમાં મૂકાયેલા આ પ્રસ્તાવથી કોઇ કર્મચારીને પોતાના માલિકના સિવાય કોઇ અન્ય-થર્ડ પાર્ટીથી પેમેન્ટ મળે છે તો તેને ટેકસના દાયરામાં લવાશે, બીજા શબ્દોમાં કહીએ તો ટેકસના વર્તુળમાં એવા કેસ પણ આવી જશે જેમાં પેમેન્ટ આપવાવાળા અને લેવાવાળા વચ્ચે માલિક-કર્મચારીનો નાતો નથી. જેમ કે કોઇ વિદેશી કંપનીની ભારતીય સબસિડીયરીમાં નોકરી ખતમ થવા પર વિદેશી કંપની પાસેથી મળનાર સેવેરેન્સ પેમેન્ટ પર પણ ટેકસ લાગશે. કંપનીઓ એક જ હોવા પર અને અધિગ્રહણની સ્થિતિમાં અધિગ્રહણ કરવાવાળી કંપની પાસેથી પ્રાપ્ત થનારી આવક પણ ટેકસની જાળમાં આવી જશે.

કેટલાક પેમેન્ટ એ છે જે ટેકસના દાયરામાં ન હોવાથી રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. આ માટે આયકર કાનૂનના સેકશન ૫૬માં સંશોધન કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. નોકરી ટર્મિનેટ થવા પર કે કોમ્પેનસેશન કે કોઇ અન્ય પેમેન્ટને 'અન્ય સ્ત્રોતોથી મળેલી આવક' માનવામાં આવશે. આવી આવક પર સ્લેબ પ્રમાણે ટેકસ લાગશે. બજેટ પ્રસ્તાવ પ્રમાણે એક કરોડથી વધુની ટેકસ યોગ્ય આવક પર વધુમાં વધુ ૩૬ ટકા ટેકસ લાગી શકે છે. આ સંશોધનમાં માલિક પાસેથી પિન્ક સ્લીપ-નોકરી છૂટવા પર કે વીઆરએસના મામલાઓને શામેલ કરવામાં આવ્યાં નથી.

આ બજેટ પ્રસ્તાવમાં બીજા જે મહત્ત્વનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે તે પ્રમાણે વિદેશી ડિજિટલ એન્ટિટીઝને ટેકસ દાયરામાં લાવવાનો વિચાર રખાયો છે.  તેમાં દેશમાં સ્થાપિત એવો યુઝર બેઝ બિઝનેસ છે જેનું અસ્તિત્વ અહીં નથી. જેમ કે ફેસબૂક, ગૂગલ અથવા નેટફિલકસ જેવી કંપનીએ જેના ભારતમાં લાખો યુઝર છે પણ તેમનું સંચાલન વિદેશમાંથી થાય છે. જોકે આવી કંપનીઓની ઓફિસીસ ભારતમાં છે પરંતુ તેમનું ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર અહીં નથી. બજેટમાં પહેલીવાર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ઇન્કમ ટેકસ એકટ ૯માં સંશોધન કરીને એ વિદેશી ડિજિટલ કંપનીઓની પાસેથી ટેકસ વસૂલી કરવા તરફ આગળ વધી રહી છે. સરકારના આ પગલાંથી ન કેવળ ગૂગલ, ફેસબૂક અને નેટફિલકસ જેવી મોટી કંપનીઓ પર અસર પડશે બલકે ભારતમાં વેપાર કરતી ઇન્ટરનેટ આધારિત નાની વિદેશી કંપનીઓએ પણ ટેકસ ભરવો પડશે.(૨૧.૧૦)

 

(10:43 am IST)