Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાકિસ્તાનને ભારતથી વધુ નુકસાનઃ 'ભારત આપશે જવાબ'

સરહદ પર વધી રહ્યો છે તણાવઃ સીઝફાયરના ઉલ્લંઘનમાં વધારોઃ સેના આપી રહી છે જડબાતોડ જવાબ

નવી દિલ્હી તા. ૬ : ભારત-પાકિસ્તાન વચ્ચે ૭૭૮ કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા અને ૧૯૮ કિલોમીટરની આંતરાષ્ટ્રીય સરહદ પર વર્ષ ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી તણાવ સતત વધી ગયો છે. જણાવી દઈએ કે ૨૦૧૭માં નિયંત્રણ રેખા પર ૮૬૦ વખત સીઝફાયર ઉલ્લંઘન થયું છે. જોકે, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબારમાં રવિવારે સેનાના ૪ જવાનો શહીદ થયા બાદ સેનાએ પાકિસ્તાનની સામે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.

પાછલા વર્ષે ૮૬૦ વખત થયેલા યુદ્ઘ વિરામ ઉલ્લંઘનના આંતરાષ્ટ્રીય સરહદ પર પણ ૧૨૦ વખત સીઝફાયર કરવામાં આવ્યું છે. પાછલા ૧૫ વર્ષના આંકડાની સરખામણીમાં આ સંખ્યા સૌથી વધુ છે. આર્મીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ૩૬ દિવસમાં સીઝફાયરના ઉલ્લંઘનના ૨૪૧ મામલા બન્યા છે અને તેમાં ૯ ભારતી જવાનો શહીદ થયા છે.

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે, 'પાકિસ્તાનન આર્મીને સીઝફાયર ઉલ્લંઘનમાં અમારી અપેક્ષા ત્રણથી ચાર ગણું નુકસાન થયું છે. હાલની સ્થિતિમાં જોઈએ તો 'જેવા સાથે તેવા' જેવો સબક શીખવવામાં આવી રહ્યો છે.'

રાજૌરી જિલ્લામાં પાકિસ્તાની સેના દ્વારા ભારે ગોળીબારમાં એક યુવા કેપ્ટન અને ત્રણ સૈનિકો શહીદ થઈ ગયા. સેનાના ઉપપ્રમુખ લેફટન્ટ જનરલ શરત ચંદ્રએ સોમવારે કહ્યું, 'આ (જવાબી કાર્યવાહી) કશું કહ્યા વગર ચાલી રહી છે, મારું માનવું છે કે, મારે આ કહેવું નથી. અમારી કાર્યવાહી જ બોલશે.'

 એલઓસી પર પાકિસ્તાનની ભારે ગોળીબારીમાં રવિવારે કેપ્ટન અને ત્રણ જવાન શહીદ થયા હતા અને તેમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. શરત ચંદે કહ્યું કે, પાકિસ્તાની સેના સરહદ પર આતંકવાદીઓની ઘુસણખોરીને સમર્થન કરી રહ્યા છે. આ કાર્યક્રમ સિવાય તેમણે પત્રકારને કહ્યું, 'અમે એ રીતે કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપીશું, અમે સારી રીતે જવાબ આપી રહ્યા છીએ.'(૨૧.૫)

(9:51 am IST)