Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વેપારીઓ કરતા ૩ ગણો વધુ ટેકસ આપે છે પગારદારો

નવી દિલ્હી : સરકારે આંકડા જારી કર્યા જે અનુસાર રિટર્ન દાખલ કરનારાની સંખ્યા સમાન હોવા છતાં પગારદારોએ વેપારીઓ કરતા ૩ ગણો વધુ ટેકસ ચુકવ્યો છેઃ નોટબંધી અને જીએસટી બાદ દેશમાં કરદાતાનો આધાર વધ્યો છેઃ રિપોર્ટ અનુસાર વ્યકિતગત આયકર શ્રેણીમાં પગારદારો વેપારીઓની સરખામણીમાં વધુ ટેકસ આપે છેઃ ર૦૧૬-૧૭માં ૧.૮૯ કરોડ પગારદારોએ રિટર્ન દાખલ કર્યુઃ જયારે ૧.૪૪ લાખ કરોડનો ટેકસ ચુકવ્યોઃ જયારે ૧.૮૮ કરોડ વેપારીઓ અને પ્રોફેશનલોએ કર ચુકવ્યોઃ આ દરમિયાન ૪૮૦૦૦ કરોડનો તેઓએ ટેકસ આપ્યો

(9:47 am IST)