Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

‘‘ફુલબ્રાઇટ ફેલોશીપ ૨૦૧૯'' : USIEF દ્વારા ફુલબ્રાઇટ નહેરૂ, ફુલબ્રાઇટ કલામ, તથા અન્‍ય ફુલબ્રાઇટ સ્‍કોલરશીપ માટે અરજીઓ લેવાનું શરૂ

મુંબઇ : યુનાઇટેડ સ્‍ટેટસ ઇન્‍ડિયા એજયુકેશન ફાઉન્‍ડેશન(USICF) દ્વારા ૨૦૧૯ની સાલ માટે ફુલબ્રાઇટ નહેરૂ, ફુલબ્રાઇટ કલામ તથા અન્‍ય ફુલબ્રાઇટ સ્‍કોલરશીપ માટે અરજીઓ માંગવામાં આવી છે. જેનો હેતુ ભારત તથા યુ.એસ. વચ્‍ચે એકેડેમિક રિસર્ચ, ટીચીંગ તથા પ્રોફેશ્‍નલ કેપેસીટી માટેની તકો પૂરી પાડવાનો છે.

USICF દ્વારા આ પ્રોગ્રામ અંતર્ગત પસંદ થયેલા પૂર્વ ફેલોએ આર્ટ, બિઝનેસ, એગ્રિકલ્‍ચર, એજયુકેશન, એનવાયરમેન્‍ટ,હપુમેનટીઝ, સોશીયલ સાયન્‍સ, પબ્‍લીક હેલ્‍થ, તેમજ સાયન્‍સ અને ટેકનોલોજી ક્ષેત્રે સબળ નેતૃત્‍વ પુરુ પાડયું છે. તેથી અગ્રણી વિદ્યાર્થીઓ, એકેડેમિકસ, ટીચર્સ, પોલીસ મેકર્સ, એડમિનીસ્‍ટ્રેટર્સ,તથા પ્રોફેશ્‍નલ્‍સને આ ફેલોશીપ માટે અરજી કરવા આમંત્રિત કરાયા છે.

આ સ્‍કોલરશીપ મેળવનાર પૂર્વ ફેલો ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી દિક્ષા ૅધાર, સુશ્રી ઉષા રામન સહિતનાઓએ તેમના ક્ષેત્રમા યશસ્‍વી સંશોધનો સાથે નેતૃત્‍વ પુરુ પાડેલું છે.

૨૦૧૯ની સાલ માટે USICF અંદાજે ૧૦૦ ફુલબ્રાઇટ નહેરૂ તથા ૬ ફુલબ્રાઇટ કલામ કલાઇમેટ ફેલોશીપ આપવા ધારે છે. જે અંગે વિશેષ વિગતો મેળવવા માટે USICF ની વેબસાઇટ www.usief.org.in દ્વારા સંપર્ક સાધી શકાશે. અરજી મોકલવાની પ્રથમ છેલ્લી તારીખ ૧૫ જુન ૨૦૧૮ છે. અરજી ip@usief.org.in ઉપર અથવા USICF ની ન્‍યુદિલ્‍હી, ચેન્‍નાઇ, હેદ્રાબાદ, કોલકતા અથવા મુંબઇની ઓફિસે મોકલી શકાય છે. તેવું યુ.એસ. કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇની અખબારી યાદીમાં જણાવાયું છે.

(9:42 pm IST)