Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કોરોનાની વેક્સિનનો ફરી વિવાદ : ઇમરજન્સી મંજૂરી પરત લેવા ડોક્ટરો, વૈજ્ઞાનિકો માંગણી

ફોરમે કહ્યું - ખાનગી અને રાજકીય લાભ માટે વિજ્ઞાન સાથે સમાધાન નથી કરી શકાતુ

નવી દિલ્હી : પ્રોગ્રેસિવ મેડિકોઝ એન્ડ સાઇન્ટિસ્ટ ફોરમે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને માંગ કરી છે કે ઇમરજન્સી ઉપયોગ માટે બે કોરોના રસીને આપેલી મંજૂરી પરત લેવામાં આવે. ફોરમે જણાવ્યું કે ખાનગી અને રાજકીય લાભ માટે વિજ્ઞાન સાથે સમાધાન નથી કરી શકાતુ. ફોરમ રસીને અપાયેલી અપાયેલી ઇમરજન્સી ઉપયોગની મંજૂરીને પરત લેવાની માંગ કરે છે. ફોરમે જણાવ્યું કે સંતોષકારક ડેટાના આધારે જ મંજૂરી આપવી જોઇએ. સાથે જ ટીકાકરણની રણનિતી પર ફરી વિચાર કરવુ જોઇએ.

ફોરમે જણાવ્યું કે વેક્સિનની ક્ષમતાને લઇ પ્રશ્ન ઉદભવી રહ્યા છે. તાજેતરમાં રસીને લઇ સામે આવેલા નિવેદનોએ વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોને હૈરાન કર્યા છે. એઇમ્સ ડાયરેક્ટરે પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે ભારત બાયોટેક્ની રસીની અસરકારકતાને લઇ શંકા છે. તેથી તેને બેકઅપ તરીકે ઉપયોગ કરાશે. ફોરમ ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો વતી ચિંતા જાહેર કરે છે.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે DCGIએ ભારત બોયટેકની Covaxin અને સીરમ ઇન્સ્ટીટ્યૂટની Covishieldને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. વૈજ્ઞાનિકોએ ભારત બાયોટેકની રસીને મંજૂરી મળતા પ્રશ્ન ઉઠી રહ્યા હતા. ભારત બાયોટેક દ્વારા ત્રીજા ફેજના ટ્રાયલ ડેટાને યોગ્ય રીતે ના આપવાને લઇ પ્રશ્ન ઉઠી રહ્યા છે

ફોરમના અધ્યક્ષ ડો હરજીત ભટ્ટીએ જણાવ્યું કે ટીકાકરણ દરમિયાન ક્લીનિકલ ટ્રાયલના પ્રોટોકોલનું ઉલ્લંઘન થઇ શકે છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટે પહેલા જ એક સહભાગી વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. અનેક જગ્યાએ મંજૂરી વગર ટીકાકરણ કરાયુ અને અનેક જગ્યાએ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયુ એવી વાત સામે આવી છે.

ફોરમે જણાવ્યું કે ભારત બાયોટેકની રસી કોરોનાના નવા સ્ટ્રેન પર અસરકારક હશે કે નહીં આ અંગે પણ કોઈ ડેટા ઉપલબ્ધ નથી. કોવેક્સિન નવા સ્ટ્રેન સામે અસરકારક છે કે નહીં એ અંગે કોઇ સ્પષ્ટ વૈજ્ઞાનિક આધાર નથી.

(11:23 pm IST)