Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ક્રૂડ ઓઇલ 11 મહિનાની ટોચે પહોંચ્યું : પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે

મોંઘવારીની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવવધારનો નવો બોજ પડશે.

નવી દિલ્હી :વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 11 મહિનાની ઉંચી સપાટીએ પહોંચતા ભારતમાં લગભગ એક મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પ્રવર્તમાન સંજોગોને જોતા ઘરઆંગણે ઇંધણના ભાવ હજી વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. આથી વાહનચાલકોના ખિસ્સા પર મોંઘવારીની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવવધારનો નવો બોજ પડશે.

આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને 11 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. આજે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 1 ટકા જેટલા વધીને 54.09 ડોલર પ્રતિ બેરલ થયા હતા જે 26 ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી સપાટી છે. તો ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ફ્યૂચરનો ભાવ પણ વધીને 50.24 ડોલર પ્રતિ બેરલ થયો હતો. ગત મંગળવારે બ્રેન્ટ અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઓઇલના વાયદા અનુક્રમે 4.9 ટકા અને 4.6 ટકા વધ્યા હતા.

(10:32 pm IST)