Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ધરતી ૫૦ વર્ષમાં વધુ ઝડપથી ફરે છે, મેનેજ કરવું મુશ્કેલ

ધરતીમાં ગત વર્ષના મધ્યમાં આ બદલાવ આવ્યો : હાલ ધરતી તેની ગતિથી વધુ ઝડપથી ફરે છે, ધરતી ૨૪ કલાકથી પહેલા પોતાની ધરી પર એક ચક્કર પુરું કરે છે

નવી દિલ્હી, તા. ૬ : ધરતી છેલ્લા ૫૦ વર્ષમાં કોઈ પણ સમયથી વધારે ઝડપથી ફરી રહી છે. વૈજ્ઞાનિક હવે આ વાતથી ચિંતિત છે કે આને કઈ રીતે મેનેજ કરી શકાય. અત્યારે ધરતી તેની સામાન્ય ગતિથી વધારે ઝડપથી ફરી રહી છે. ધરતી ૨૪ કલાકથી પહેલા પોતાની ધરી પર એક ચક્ક પુરુ કરી રહી છે. ધરતીમાં આ બદલાવ ગત વર્ષના મધ્યમાં આવ્યો હતો. ધરતી ૨૪ કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, ધરતી છેલ્લા ૫૦ વર્ષોમાં કોઈ પણ સમયની સરખાણીએ વધારે ઝડપથી ફરી રહી છે. આ કારણે ધરતી પર રહેલા તમામ દેશોનો સમય બદલાઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ પોત-પોતાની જગ્યાએ વર્તમાન ઑટોમેટિક ક્લોકનો સમય બદલવો પડશે. એટલે કે આ વખતે વૈજ્ઞાનિકોએ નેગેટિવ લીપ સેકન્ડ પોત-પોતાની ઘડિયાળમાં જોડવું પડશે. વર્ષ ૧૯૭૦થી અત્યાર સુધી કુલ મળીને ૨૭ લીપ સેકેન્ડ જોડવામાં આવી ચુકી છે. એક રિપોર્ટ પ્રમાણે ગત કેટલાય દશકાથી ૨૪ કલાકથી વધારે સમય લઇને ધરતી પોતાની ધરી પર ફરી રહી હતી, પરંતુ ગત વર્ષે જૂનથી ૨૪ કલાકથી ઓછા સમયમાં એક ચક્કર લગાવી રહી છે. ધરતી અત્યારે ૨૪ કલાકમાં ૦.૫ મિલીસેકન્ડ ઓછો સમય લઇને ફરી રહી છે. એટલે કે આપણા ૨૪ કલાકમાં ૦.૫ મિલી સેકન્ડ ઓછી થઈ છે.

છેલ્લા ૫૦ વર્ષથી ધરતીના ફરવાનો એકદમ સાચો આંકડો નીકાળવામાં આવી રહ્યો છે. ૨૪ કલાકમાં ૮૬,૪૦૦ સેકન્ડ્સ હોય છે. એટલે કે આટલી સેકન્ડ્સમાં આપણી પૃથ્વી એક ચક્કર પૂર્ણ કરી લે છે, પરંતુ ગત વર્ષે જૂનથી ૮૬,૪૦૦ સેકન્ડમાં ૦.૫ મિલીસેકન્ડનો ઘટાડો આવ્યો છે. ૧૯ જુલાઈ ૨૦૨૦નો દિવસ ૨૪ કલાકથી ૧.૪૬૦૨ મિલીસેકન્ડ ઓછો હતો. ૨૦૨૦ પહેલા સૌથી નાનો દિવસ ૨૦૦૫માં હતો, પરંતુ છેલ્લા ૧૨ મહિનામાં આ રેકૉર્ડ કુલ મળીને ૨૮ વાર તૂટ્યો છે. સમયનો આ બદલાવ ફક્ત ઑટોમેટિક ક્લોક પર જ દર્શાવવામાં આવી શકે છે, પરંતુ આના કારણે અનેક મુશ્કેલીઓ આવી શકે છે. આપણી કૉમ્યુનિકેશન સિસ્ટમમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, કેમકે આપણા સેટેલાઇટ અને સંચાર યંત્ર સોલર ટાઇમ પ્રમાણે સેટ કરવામાં આવે છે. આ સમય તારાઓ, ચંદ્ર અને સૂરજની પોઝિશન પ્રમાણે સેટ કરવામાં આવે છે. પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ અર્થ રૉટેશન સર્વિસના વૈજ્ઞાનિક સમયની સાથે તાલમેલ બનાવી રાખવા માટે ૭૦ના દશકાથી અત્યાર સુધી ૨૭ લીપ સેકન્ડ જોડવામાં આવી ચુક્યા છે. ગત વખતે વર્ષ ૨૦૧૬માં લીપ સેકન્ડ જોડવામાં આવી હતી, પરંતુ હવે આ વખતે લીપ સેકન્ડ હટાવવાનો સમય આવી ગયો છે. એટલે કે નેગેટિવ લીપ સેકન્ડ જોડવો પડશે.

(7:39 pm IST)