Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

યુદ્ધ માટે સજ્જ રહેવાના પ્રમુખના આદેશ બાદ લદાખ પાસે બોમ્બવર્ષા

ભારત ને અમેરિકા સાથે ચીનનો તણાવ ચરમ સીમાએ : શિગાત્સે સૈન્ય ઉપર કમાન્ડના ચીની સૈનિકોએ તિબેટમાં વાસ્તવિક યુદ્ધની તાલીમ શરૂ કરી, ચીની સેના અસલી યુદ્ધ લડવાનો અભ્યાસ કરી રહી છે

નવી દિલ્હી, તા. ૬ : ચીનના રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર શી જિનપિંગે  પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને આદેશ આપ્યો છે કે તે કોઈ પણ સમયે જંગ માટે તૈયાર રહે. શી જિનપિંગે આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે અમેરિકા અને ભારતની સાથે ચીનનો તણાવ ચરમ પર છે. ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે, સેના પોતાની યુદ્ધની તૈયારીઓને તેજ કરે. તેમણે કહ્યું કે, સેનાને હવે અસલી યુદ્ધની સ્થિતિમાં તૈનાત કરવા માટેની તાલીમ આપવામાં આવે.

ચીની રાષ્ટ્રપતિના આદેશની વચ્ચે તિબેટમાં ભારતીય સરહદ પાસે ચીની સેનાએ જોરદાર યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. શિગાત્સે સૈન્ય ઉપ કમાન્ડના ચીની સૈનિકોએ તિબેટમાં વાસ્તવિક યુદ્ધની તાલીમ શરૂ કરી છે. આ અભ્યાસ લગભગ ૫ હજાર મીટરની ઊંચાઈ પર કરવામાં આવી રહ્યો છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સે આ તૈયારીનો વીડિયો શેર કર્યો છે. આમાં જોવા મળી રહ્યું છે કે ચીની સેના અસલી યુદ્ધ લડવાનો અભ્યાસ કરી રહી છે. આ દરમિયાન ચીની સૈનિકો બૉમ્બવર્ષા કરી રહ્યા છે અને દુશ્મનના વિસ્તાર પર કબજાનો અભ્યાસ કરી રહ્યા છે.

ચીનમાં સેનાની શક્તિઓનો વિસ્તાર કરનારા નવા સંશોધિત કાયદાના આ વર્ષથી પ્રભાવમાં આવ્યાની વચ્ચે શી જિનપિંગે સેનાને બિલકુલ સાવધાન રહેવા કહ્યું છે. કેન્દ્રીય સૈન્ય આયોગની સાથે-સાથે સત્તારૂઢ ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ શી જિનપિંગે ૨૦૨૧ માટે આયોગના પહેલા આદેશ પર સહી કરી જેમાં પીએલએ અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફૉર્સની તાલીમમાં પ્રાથમિકતાઓને ક્રમબદ્ધ કરવામાં આવી છે. સીએમસી ૨૦ લાખ સૈન્ય કર્મચારીઓની સેનાની હાઈકમાન્ડ છે.

આ નવા હુકમમાં સશસ્ત્ર દળોને સૂચના આપવામાં આવી છે કે નવા જમાનામાં ચીની વિશેષતા સાથેના જિનપિંગની સમાજવાદ વિશેની વિચારસરણીને તેના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે લેવી અને સૈન્ય અને સૈન્ય વ્યૂહરચનાને મજબૂત બનાવવાના સંદર્ભમાં શીના વિચારોનું પાલન કરવું. સત્તાવાર અખબાર ચાઇના ડેઇલીના સમાચાર અનુસાર, એમ કહેવામાં આવ્યું છે કે સીસીપી સેનાની તાલીમ અંગેના માર્ગદર્શનમાં વધારો કરશે અને સેનાને તેની લડાઇ કુશળતા સુધારવા અને તેની તાલીમ પ્રણાલીમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ અપીલ કરી છે.

આવો પહેલો ઓર્ડર જાન્યુઆરી ૨૦૧૮માં જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે શીએ ઉત્તર ચીનમાં શૂટિંગ રેન્જમાં એક વિશાળ તાલીમ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. હોંગકોંગના અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પેસ્ટના જણાવ્યા અનુસાર, સોમવારે સૈન્યએ વર્ષની તેની પ્રથમ લશ્કરીતાલીમ અને કસરત શરૂ કરાવાની વચ્ચે શીએ કહ્યું કે પીએલએ 'કોઈપણ ક્ષણ કાર્યવાહીલ્લમાટે તૈયાર રહેવું જોઈએ. અખબારે ચીનના રાષ્ટ્રપતિને ટાંકતા કહ્યું છે કે, (પીએલએ) તાલીમ અને લડાઇ પ્રણાલીમાં નવા સાધનો, નવી એનર્જીનો સમાવેશ કરવો જોઇએ.

(7:36 pm IST)