Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સૌરવ ગાંગુલીને હાર્ટએટેક આવતા સોશ્‍યલ મીડિયા ઉપર જાહેરાતોની મજાક ઉડાડતા તેથી કંપનીએ જાહેરાત હટાવી દીધી

અમદાવાદ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીએ પોતાની Fortune Rice Bran કુકિંગ ઓઈલે પોતાની તમામ જાહેરાતોને રોકી દીધી છે. જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી હતી. જેથી જાહેરાત હટાવવાનો નિર્ણય લેવાયો હતો.

કંપનીના જાહેરાત સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે, ગાંગુલીવાળી જાહેરાત તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. બ્રાન્ડની ક્રિએટિવિટી એજન્સી Ogilvy & Mather સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. તેમજ તે કેમ્પેઈન પર પણ કામ કરી રહી છે. ગાંગુલીને ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં Fortune Rice Bran ઓઈલ બ્રાન્ડના એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. લોકડાઉન પીરિયડ દરમિયાન બનાવવામાં આવેલ જાહેરાતમાં તેઓ હાર્ટની સંભાળ રાખવાની માહિતી આપતા નજર આવે છે.

સોશિયલ મીડિયા પર ચડસાચડસી

ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમની એન્જિયોપ્લાસ્ટીક કરવામાં આવી હતી. કોલકાત્તાના Woodlands Hospital એ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેમની હાલત હાલ સ્થિર છે. તેઓને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ગાંગુલીના હાર્ટ એટેકના સમાચાર વાયુવેગે ફેલાતા જ તેઓ સોશિયલ મીડિયાના નિશાના પર આવી ગયા હતા. લોકોએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર સવાવો કરવાનું શરૂ કર્યું હતુ. લોકોનું કહેવું હતું કે, Adani Wilmar કંપની તેલની આયાત કરે છે અને માલૂમ નહિ સેલિબ્રિટીઝ કેવી રીતે તેની જાહેરાત કરે છે. શુ તેઓ પોતે પણ ઉપયોગમાં લે છે કે નહિ.

પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે ટ્વીટ પર ગાંગુલીને જલ્દી જ સ્વસ્થ થવાની શુભકામનાઓ આપીને બ્રાન્ડના કેમ્પેઈનની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, 'Dada @SGanguly99 get well soon. હંમેશા યોગ્ય રીતે તપાસેલા પ્રોડક્ટ્સને જ પ્રમોટ કરો. Be self-conscious and careful. God bless.

કંપનીએ ભરોસો ગુમાવ્યો

એડવર્ડટાઈઝિંગ એજન્સીઓના અધિકારીઓનું કહેવુ છે કે, ફોરચ્યુન બ્રાન્ડના ગ્રાહકોનો ભરોસો અમે ગુમાવ્યો છે. તેને પરત મેળવવા માટે અમારે તેજીથી કામ કરવુ પડશે. એડવર્ડટાઈઝિંગ એજન્સી Bang in the Middle ના ચીફ ક્રિએટિવ ઓફિસર પ્રતાપ સૂદને કહ્યું કે, બ્રાન્ડને જલ્દી જ સ્થિતિ સંભાળવી પડશે, સોશિયલ મીડિયા પર જે રીતે તેની ચર્ચા ચાલી રહી છે, તેમાં બ્રાન્ડ અને કેમ્પેઈનની ફજેતી થઈ રહી છે. તેમણે કહ્યું કે, સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચાલુ રાખી શકાય છે. પરંતુ મેસિજંગને પોતાના ફાયદા માટે બદલી શકાય છે. આ વિશે Adani Wilmar ના પ્રવક્તાએ કોઈ જવાબ આપ્યો ન હતો. 

ફોરચ્યુનનો દબદબો

 Adani Wilmar ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. સોયાબીન, સરસવ, રાઈસ બ્રાન અને મગફળીનું તેલ વેચવા ઉપરાંત કંપની Alife બ્રાન્ડથી સાબુ અને સેનેટાઈઝર પણ વેચે છે. ઈન્ડસ્ટ્રીઝના આંકડા અનુસાર, 12 લાખ ટનના બ્રાન્ડેડ રાઈસ બ્રાન ઓયર માર્કેટમાં ફોરચ્યુન 35 ટકા માર્કેટ શેરની સાથે પહેલા સ્થાન પર છે. કંપનીએ 2013માં રાઈસ બ્રાઉન એડિબલ ઓઈલ માર્કેટમાં ઉતાર્યું હતું.

(5:40 pm IST)