Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૫૦૦૦ રૂ.માં કર્ણાટકના ખેડૂતે સસ્તી 'વોટર મીલ' થી વિજળી ઉત્પન્ન કરી

ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટવીટ કરી વિગતો જાહેર કરી

પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ગ્રામ્ય કર્ણાટકના ખેડૂત સિદપ્પાએ બનાવેલ સસ્તી 'વોટરમીલ' શેર કરી છે. આમાં પ્લાસ્ટીકની ટયુબ, બાસ્કેટ અને લાકડીની મદદથી ૧૫૦ વોટ વિજળી ઉત્પન કરવાનો કિમીયો કરવામાં આવ્યો છે. માત્ર ૫૦૦૦ રૂ.નો ખર્ચ કરી આ જળમીલ બનાવી હતી. પોતાના ઘર પાસેથી કેનાલમાંથી પાણી મેળવી આ વોટરમીલ બનાવેલ. કેનાલમાં પાણી વહેતુ હોય ત્યારે આ વોટરમીલમાંથી ૧૫૦ વોટ વિજળી મફતના ભાવે ઉત્પન્ન થાય છે. ટવીટર ઉપર લક્ષ્મણના ટવીટને ભારે પ્રતિસાદ મળી રહયો છે. આ ટવીટમાં આપેલ તસ્વીરમાં વોટરમીલની આગળ સીદપ્પા જોવા મળે છે.

(3:11 pm IST)