Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

દેશમાં નવા સ્ટ્રેનના વધુ ૧૩ કેસ : કુલ સંખ્યા ૭૧

ચિંતાનું મોજુ : તમામને આઇસોલેટ કરાયા

નવી દિલ્હી તા. ૬ : ભારતમાં કોરોનાના નવા કેસોમાં રાહતની સ્થિતિ હોવા છતાં હવે નવા બ્રિટનના વાઇરસનો ગભરાટ વધી રહ્યો છે. બ્રિટનના નવા વાઇરસના વધુ ૧૩ કેસ નોંધાવા સાથે નવા સ્વરૂપના કેસોની કુલ સંખ્યા ૭૧ પર પહોંચી ગઇ છે.

કેન્દ્ર સરકારે સતાવાર રીતે એમ કહ્યું છે કે બ્રિટનથી આવેલા વધુ ૧૩ લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેન માલુમ પડયા છે. આ સાથે નવા સ્ટ્રેનનો કોરોના ધરાવતા કેસોની સંખ્યા ૭૧ થઇ છે. કોરોનાના નવા સ્ટ્રેનનો છે કે કેમ તે ચકાસવા માટે કેન્દ્ર સરકારે ખાસ લેબ બનાવી છે. દેશના વિવિધ ભાગોમાં આ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે તમામ રાજયોને નવા સ્ટ્રેન ધરાવતા દર્દીના સંપર્ક ધરાવતા લોકોની ઓળખ મેળવતા કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. નવા સ્ટ્રેનનો ચેપ ન પ્રસરે તે માટે ખાસ તકેદારી રાખવા સુચવ્યું છે. નવો વાઇરસ ૭૦ ટકા વધુ ઝડપથી પ્રસરતો હોવાનું ઉલ્લેખનીય છે. દેશના ૧૦માંથી ૬ લેબમાં આ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યા છે.

૨૫ નવેમ્બરથી ૨૩ ડીસેમ્બર સુધીમાં ૩૩ હજાર પ્રવાસી બ્રિટનની આવ્યા હતા તે તમામને ટ્રેસ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ૨૩ ડીસેમ્બરથી બ્રિટન સાથેનો વિમાની વ્યવહાર ભારતે અટકાવ્યો છે.

(3:09 pm IST)