Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

એવું ગામ જયાં અમેરિકી પેર્ટનથી ચૂંટાયા પંચાયત પ્રમુખ ઉમેદવાર

પરસ્પર વેરઝેરથી બચવા અને ગામની એકતા જાળવવા ફૌજીઓના ગામ ઔરંધમાં આંતરીક ચૂંટણી થઇ : ગામના વડીલોએ સમગ્ર ચૂંટણી પ્રક્રીયા કરી અને વિજેતા ઉમેદવારનું નામ જાહેર કર્યુ

લખનૌઃ મોનપુરીનું ઔરંધ ગામમાં ફૌજીઓનું ગામ છે. પંચાયતની ચૂંટણીમાં પરસ્પર વેર અને દુશ્મનીથી બચવા માટે ગામના લોકોએ એકજુટતાની મિસાલ રજુ કરી છે. અહીં પરસ્પર સહમતિથી એ નક્કી કરાયેલ કે અમેરિકી પ્રાયમરીના તર્જ પર સરપંચની આંતરીક ચૂંટણી થાય અને જે જીતશે તેને ગામ લોકો ભેગા થઇ ચુંટી લેશે.ત્યારબાદ બેલેટ પેપર છપાવાયા અને સોમવારે ગામના મંદિરમાં મતદાન કેન્દ્ર બનાવાયુ જયાં સરપંચ ઉમેદવારોની આંતરીક ચૂંટણી યોજાઇ. ગામના વડીલોએ ચૂંટણી અધિકારી અને વ્યવસ્થાનો ભાગ ભજવ્યો. ૩માંથી એક ઉમેદવારને વિજેતા જાહેર કરાયેલ. સાથે જ નક્કી થયું કે નિર્ણયનું બધાએ સમ્માન કરવુ અને તેનું ઉલ્લંઘન કરનારનો સામાજીક બહીષ્કાર કરાશે.

આ ગ્રામ પંચાયતમાં દરેક પરિવાર સેનામાં હોવાથી ઔરંધને ફૌજીઓના ગામથી ઓળખવામાં આવે છે. અહીં ૧૦ ગ્રામ અને ૬૩૦૦ મતદારો છે. સૌથી મોટા ગામ ઔરંધમાં ૧૯૩૬ મતદારો છે. પંચાયતી રાજ બાદ ઔરંધથી જ પંચાયત પ્રમુખ ચુંટાઇ છે. આંતરીક ચૂંટણી માટે ૭ લોકોની કમીટી બનાવાઇ હતી.

આંતરીક ચૂંટણીના મતદાન માટે આખા ગામની સહમતી મળી તો ૩ દાવેદારો સામે આવ્યા. ત્રણેય લોકોએ નામ-ફોટાવાળા મતપત્ર છપાવ્યા અને પાંચ બુથ બનાવાયા. દરેક બુથ ઉપર બુથ અધીકારી નિયુકત કરાયા. સોમવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૯૩૬માંથી ૧૧૩૮ મતદારોએ મત આપેલ. ગણતરી બાદ અખંડ પ્રતાપ ૭૨૪ મત મેળવી વિજેતા રહેલ.સાત સભ્યોની ચૂંટણી સમીતીના વરીષ્ઠ સભ્ય અમરસિંહે જણાવેલ કે આ આંતરીક ચૂંટણી પ્રક્રીયાનો બધાએ પાલન કરવાનું રહે છે. જો કોઇ પરિણામ વિરૂધ્ધ  જાય તો આખુ ગામ તેનો બહીષ્કાર કરશે.

જીતનાર અને હારનાર બંને ખુશ

આંતરીક ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર અખંડ પ્રતાપે જણાવેલ કે ગામના મતોનું વિભાજન ન થાય તથા પરસ્પર વેર ન ઉદભવે તેવી બધાની ઇચ્છા છે. બીજા બંને ઉમેદવારો સુનીલ ચૌહાણ અને સત્યપાલસિંહે જણાવેલ કે ગામનો કોઇ વ્યકિત નથી ઇચ્છતું કે ચૂંટણીને લઇને વિવાદ થાય. જેથી અમે બધાએ આંતરીક ચૂંટણી કરાવી છે.

(3:08 pm IST)