Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કૃષિ કાનૂન અને ખેડૂત આંદોલન અંગે 11 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : જુદી જુદી તમામ પિટિશન ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠ દ્વારા હાથ ધરાશે

ન્યુદિલ્હી : છલ્લા 42 જેટલા દિવસોથી કૃષિ કાનૂનનો દિલ્હીમાં મોટા પાયે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર સાથે થઇ રહેલી મંત્રણાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જુદી જુદી પિટિશનની સુનાવણી 11 જાન્યુઆરીના રોજ ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠ દ્વારા હાથ ધરાશે.

ત્યાર પહેલા સરકાર વતી એટર્ની જનરલ વેણુ ગોપાલે જણાવ્યા મુજબ બને પક્ષે મંત્રણાઓ ચાલી રહી છે. બંને પક્ષે સમાધાન થઇ જવાની શક્યતા છે. તેથી સરકારે હજુ સુધી એફિડેવિટ રજૂ કરી નથી.
 
જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે જો મંત્રણાથી સમાધાન થઇ શકતું હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરવા રાજી નથી.

ઉપરોક્ત બાબતે આગામી 11 જાન્યુઆરી સોમવારના રોજ તમામ પિટિશનની સુનાવણી હાથ ધરાશે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)