Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

યુ.પી.તથા ઉત્તરાખંડમાં અમલી બનાવાયેલા ' લવ જેહાદ ' કાનૂન ઉપર પ્રતિબંધ મુકવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર : પિટિશનના અનુસંધાને બંને રાજ્યોની સરકારને નોટિસ મોકલી : શિક્ષાત્મક જોગવાઈ ધરાવતા કાનૂન અંગે ચોખવટ કરવા આદેશ કર્યો : ધર્માન્તર અને લગ્ન અંગે સમીક્ષા કરવા સંમતિ આપી

ન્યુદિલ્હી : ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડમાં અમલી બનાવાયેલા ' લવ જેહાદ ' કાનૂન ઉપર પ્રતિબંધ મુકવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર કર્યો છે. ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠે આજરોજ આપેલા ચુકાદામાં જણાવાયા મુજબ ધર્માન્તર અને લગ્ન અંગે સમીક્ષા કરવા સંમતિ આપી છે.જે મુજબ અન્ય ધર્મીય સાથે કરાતા લગ્ન સામે ઉઠેલા ઉહાપોહ અંગે નામદાર  કોર્ટ સમીક્ષા કરશે.સાથોસાથ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશન અનુસંધાને બંને રાજ્યોને નોટિસ મોકલી શિક્ષાત્મક જોગવાઈ ધરાવતા કાનૂન અંગે ખુલાસો કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયા મુજબ આ કાનૂનનો દુરુપયોગ થઇ શકે છે.અને કોઈ ચોક્કસ કોમના લોકો વિરુદ્ધ આ હથિયારનો ઉપયોગ થઇ શકે છે.તેમજ નાગરિકો માટેના બંધારણના ભંગ સમાન છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કાનૂનમાં અન્ય ધર્મી સાથે સરકારની મંજૂરી લીધા વગર લગ્ન કરનાર માટે જેલસજા તથા દંડની જોગવાઈ છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:18 pm IST)