Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

નેપાળ ભારતમાં જોડાવા માગતું હતું પરંતુ નેહરુએ પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો : જો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હોત તો તક ઝડપી લેત : દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોનો અવાજ સાંભળવો જોઈએ : 2014 ની સાલમાં કોંગ્રેસના પરાજય માટે કરિશ્મા ધરાવતા નેતૃત્વનો અભાવ જવાબદાર : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુસ્તક ' ધ પ્રેસિડન્સી ઇઅર્સ ' માં ચોંકાવનારા ઘટસ્ફોટ

ન્યુદિલ્હી : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજીએ તેમના અવસાન પહેલા લખેલા અને અવસાન પછી પ્રસિદ્ધ થયેલા પુસ્તક ' ધ પ્રેસિડન્સી ઇઅર્સ ' માં ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે.

જે મુજબ નેપાળ ભારતમાં જોડાવા માગતું હતું જે માટેનો પ્રસ્તાવ નેપાળના રાજા ત્રિભુવન વીર વિક્રમ શાહે તત્કાલીન ભારતના સહુપ્રથમ વડાપ્રધાન  જવાહરલાલ નેહરુને મોકલ્યો હતો.પરંતુ તેમણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.તેમની જગ્યાએ વડાપ્રધાન પદ ઉપર જો ઇન્દિરા ગાંધી હોત તો કદાચ પ્રસ્તાવ સ્વીકારી લેત .જે રીતે તેમણે સિક્કિમનો ભારતમાં જોડાવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

તેમણે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે પણ લખ્યું છે.જે મુજબ વડાપ્રધાને વિરોધ પક્ષોનો અવાજ સાંભળવો જોઈએ તેમજ સંસદમાં તે અંગે ઉલ્લેખ  પણ કરવો જોઈએ .

2014 ની સાલમાં કોંગ્રેસના પરાજય અંગે પણ તેમણે ચોખવટ કરી છે.જે મુજબ આ માટે કરિશ્મા ધરાવતા નેતૃત્વનો અભાવ જવાબદાર હતો.

(12:47 pm IST)