Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૧૧મીથી ધો.૧૦-૧૨ના વર્ગો શરૂ : માસ પ્રમોશન નહિ અપાય

ગુજરાત સરકારે લીધો નિર્ણયઃ પોસ્ટ ગ્રેજયુએટ, અંડર ગ્રેજયુએટનું શિક્ષણ કાર્ય પણ શરૂ થશે :કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાશેઃ જો કે શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજીયાત નહિ રખાય! ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશેઃ ધો.૩ થી ૯ની પરીક્ષા લેવાશેઃ માસ પ્રમોશન નહિ અપાય! ભુપેન્દ્રસિંહ

અમદાવાદ, તા.૬: રાજય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે.

આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.

રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨દ્ગક્ન વર્ગ ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના કલાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્ત્િ।પત્ર આપવો પડશે. ધોરણ-૯-૧૦-૧૧-૧૨દ્ગક્ન વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્ત્િ। લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાં સ્કૂલો શરૂ કરવા અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ કહ્યું કે, ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ તથા પોસ્ટ ગ્રેજયુએટ, અંડર ગ્રેજયુએટનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય ગુજરાત રાજયના તમામ બોર્ડ, સ્વનિર્ભર, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. તો સાથે જ ધોરણ ૩ થી ૯ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. આ અંગે કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે વિચાર કર્યો. તમામ એસઓપી તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. ત્યારે શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે.

સીધી રીતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વાત નકારી કાઢી છે. જોકે, વિદ્યાર્થીઓને સ્કૂલ આવવાનું મરજિયાત કરાયું છે. સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓની સહમતિ બાદ સ્કૂલમાં આવવા દેવાશે. આમ, સરકારના આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજ ખૂલશે.

માસ પ્રમોશન નહિ અપાય

માસ પ્રમોશન અંગે જાહેરાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, જેટલુ ભણાવીશું તેની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. ગુજરાતમાં બોગસ ડિગ્રી અંગે કોઈ પણનો પણ કયાંય આ પ્રકારનું કામ ચાલતુ નથી. દરેક યુનિવર્સિટીમાં તપાસ કરી છે. તપાસ ચાલુ છે. જો કોઈ કસૂરવાર હશે તો સખતમાં સખત પગલા લેવાશે.

ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે

શિક્ષણમંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. આ શિક્ષણકાર્ય ઉપરાંત ઓનલાઈન શિક્ષણ ચાલુ છે તે પણ ચાલુ રહેશે. અન્ય વર્ગોને શરૂ કરવા માટે તબક્કાવાર નિર્ણય લેવાશે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય જાહેરાતો પણ કરાશે.

કેન્દ્ર સરકારની SOP પ્રમાણે બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે

* ફેસ માસ્ક પહેરવું પડશે.

* બે લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

* ગમે ત્યાં થૂકી નહીં શકે.

* જયાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

* થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

* હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.

* બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં   સહમતી આપવી પડશે.

* સ્પોર્ટ્સ એકિટવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

* એસી લાગેલું હશે તો એનું તાપમાન ૨૪થી ૩૦ વચ્ચે રહેશે.

* એસીમાં હ્યુમિડિટી લેવલ ૪૦ થી ૭૦ ટકા રાખવું.

* શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની    જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

* સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, ૧ ટકા સોડિયમ હાઈપોકલોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

* પલ્સ ઓકિસમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓકિસજનના સ્તરની તપાસ થઈ શકે.

* વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

* પ્રેકિટકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેકશનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

(3:13 pm IST)