Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વોટ્સએપની નવી પોલીસી સ્વીકાર કરો અથવા એકાઉન્ટ ડીલીટ કરોઃ યુઝર્સને અપાતા વિકલ્પ

વોટસએપે પોતાની ટર્મ્સ અને પ્રાઈવસી પોલીસીને અપડેટ કરીઃ નવી પોલીસી સ્વીકારવાનો અંતિમ દિવસ ૮ ફેબ્રુઆરીનો રાખ્યો

નવી દિલ્હી, તા. ૬ :. ફેસબુકની માલિકી ધરાવતા ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટસએપએ પોતાની ટર્મ્સ અને પ્રાઈવસી પોલીસીને અપડેટ કરી છે અને તેનુ નોટીફીકેશન ભારતમાં ગઈકાલે સાંજથી ધીરે ધીરે યુઝર્સને આપવામાં આવી રહ્યુ છે. વોટસએપે યુઝર્સને નવી પોલીસીનો સ્વીકાર કરવા માટે ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં પોલીસીને યુઝર્સે સ્વીકાર કરવી પડશે નહિતર એકાઉન્ટ ડીલીટ થઈ જશે.

અત્રે નોંધનીય છે કે યુઝર્સે પોતાનુ એકાઉન્ટ ચાલુ રાખવા માટે નવી પોલીસીને સ્વીકારવી પડશે. આ માટે કોઈ ઓપ્શન આપવામાં આવેલ નથી જો કે અત્યારે ત્યાં નોટ નાઉનો પણ ઓપ્શન દેખાય રહ્યો છે એટલે કે જો તમે નવી પોલીસીને કેટલાક સમય માટે સ્વીકાર નહી પણ કર્યો હોય તો પણ તમારૂ એકાઉન્ટ ચાલુ જ રહેશે.

નવી પોલીસીમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ઈન્ટીગ્રેશન વધુ છે અને હવે યુઝર્સનો પહેલા કરતા વધુ ડેટા ફેસબુક પાસે રહેશે. વોટસએપનો ડેટા પહેલા પણ ફેસબુકની સાથે શેયર કરવામા આવતો હતો પરંતુ કંપનીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે ફેસબુક સાથે વોટસએપ અને ઈન્સ્ટાગ્રામનુ ઈન્ટીગ્રેશન વધુ રહેશે.

વોટસએપની અપડેટ પોલીસીમાં તમારા દ્વારા કંપનીને અપાતા લાયસન્સમાં કેટલીક વાતો લખવામાં આવી છે. જેમાં લખાયુ છે કેે આપણી સર્વિસને અપડેટ કરવા માટે તમે વોટસએપને, જે કન્ટેન્ટ તમે અપલોડ, સબમીટ, સ્ટોર, સેન્ડ કે રીસીવ કરતા હો.

સાથોસાથ તેમા એવુ પણ લખાયુ છે કે આ લાયસન્સમાં તમારા દ્વારા આપવામાં આવેલ અધિકાર અમારી સેવાઓના સંચાલન અને ઉપલબ્ધ કરાવવાના સીમીત ઉદ્દેશ માટે છે.

(11:38 am IST)