Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કોરોનાએ તોડયા તમામ રેકોર્ડ

બ્રિટનમાં એક દિ'માં ૬૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા

લંડન તા. ૬ : બ્રિટેનમાં ગયા વર્ષે કોરોના મહામારી ફેલાવ્યા બાદ એક દિવસમાં સંક્રમણના સૌથી વધુ ૬૦,૧૯૬ નવા કેસ સામે આવ્યા છે. એવામાં વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, દેશમાં રસીકરણ કાર્યક્રમો અંગે રોજના આંકડા જાહેર કર્યા છે. જોનસને બ્રિટેનમાં કોરોનાના સંક્રમણના નવા સ્વરૂપને તેજીથી ફેલાવાના લીધે એકવાર ફરી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવાની ઘોષણા કરી હતી.

જોનસને ત્યાં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ બ્રીફિંગને સંબોધિત કરીને કહ્યું કે, એનએચએસ ૧૩ લાખ લોકોને ફાઇઝર - બાયોએનટેક અને ઓકસફોર્ડની રસી લગાવી ચુકયા છે. લોકડાઉન દરમિયાન તેમાં વધુ તેજી લવાશે. તેઓએ કહ્યું કે, આ અંગે સૌથી સંવેદનશીલ સમૂહોમાં પ્રતિ ચારમાં અંદાજે એક વ્યકિતની અંદર બે થી ત્રણ સપ્તાહમાં મહામારીથી લડવાની યોગ્ય ક્ષમતા વિકસિત થશે.

(11:37 am IST)