Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગુજરાતથી રાજસ્થાનના બાડમેર પહોંચેલ ર૪૦૦ લીટર કથીત બાયો ડિઝલ પકડાયુ

ઘણા સમયથી સસ્તા ભાવે ખરીદી કરી અન્ય રાજયમાં વેંચવાનું ચાલતું કારસ્તાન

બાડમેર તા. ૬ : ગુજરાતમાંથી સસ્તા ભાવમાં કથીત બાયોડીઝલ ખરીદ કરી બાડમેર જીલ્લામાં વેચવાનો સીલસીલો ચાલુ છે. સદર પોલીસ સ્ટેશને મોટી કાર્યવાહી કરતા એક પીક અપ વાન જપ્ત કરી ર૪૦૦ લીટર કથીત બાયો ડીઝલ પકડી પાડેલ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતથી મેગા હાઇવેના રસ્તે લાંબા સમયથી ગેરકાયદેસર રૂપે ડીઝલ આવી રહ્યું થોડા સમય પહેલા પણ  ર ટેન્કર પકડાયા હતા. ગુજરાતથી આવતા ગેરકાયદે ડીઝલને ડ્રમમાં નાખીને પીકઅપ વાન બાડમેરના બિશાલા તરફ જઇ રહી હતી. પોલીસે પીછો કરી વાનને પકડી હતી. જેમાં ૧૧ ડ્રમમાંથી ર૪૦૦ લીટર કથીત બાયોડીઝલ જપ્ત કરાયેલ.

વેટ અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલ બાયોડીઝલના નમુના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સાથે સમગ્ર પ્રકરણનો રીપોર્ટ તૈયાર કરી કલેકટરને સોંપવામાં આવ્યો છે. કલેકટરના નિર્દેશ ઉપર આગળની કાર્યવાહી કરાશે.

(11:03 am IST)