Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ચેતજો... નવા સ્ટ્રેનની વિશ્વના ૪૧ દેશોમાં દસ્તક

WHOએ આપી ચેતવણી : વિશ્વમાં તેજીથી ફેલાઇ રહ્યો છે નવો સ્ટ્રેન

લંડન તા. ૬ : શું તમે પણ લંડન જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો તમારી યાત્રાને રદ્દ કરો. કારણ કે લંડનમાં મળેલો કોરોનાનો ખતરનાક બીજો સ્ટ્રેન વિશ્વમાં તેજીથી ફેલાઇ રહ્યો છે. WHOનો દાવો છે કે આ ખતરનાક સ્ટ્રેન વિશ્વના ૪૧ દેશોમાં દસ્તક આપી છે. અંદાજે ચાર સપ્તાહમાં આ વેરિએન્ટને ૪૧ દેશોમાં ફેલાઇ ચુકયો છે. આ અહેવાલ બાદ અનેક દેશોએ બ્રિટેનની યાત્રાને ફગાવી દીધી છે.

ભારતના ગણતંત્ર દિવસના અવસરે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની મુખ્ય અતિથિ બનાવામાં આવ્યા હતા. બીજીબાજુ હવે વડાપ્રધાન જોનસને તેમની ભારત યાત્રાને રદ્દ કરી દીધા છે.

ભારતની મુલાકાત રદ્દ કર્યા પહેલા જોનસને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે. ગણતંત્ર દિવસના પ્રસંગે ભારત ન આવવા પર તેઓએ પીએમ મોદી સાથે ખેદ વ્યકત કર્યો છે. બોરિસ જોનસને કોરોનાના નવા સ્ટ્રેન અને બ્રિટેનમાં લગાવામાં આવેલા લોકડાઉનના લીધે નિર્ણય લીધો છે.

બ્રિટને કહ્યું છે કે કોરોનાના પ્રસારને મર્યાદિત કરીને પ્રતિબંધોની ઘોષણા કરશે. કેબિનેટ કર્યાલય મંત્રી માઇકલ ગોવે કહ્યું કે ટુંક સમયમાં સરહદ સુરક્ષા માટે અમે નવા પ્રસ્તાવ લાવીશું તેઓએ કહ્યું કે તેનો હેતુ કોરોનાના પ્રસારથી બચવાનો છે.

(11:02 am IST)