Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૨૦૧૪માં કોંગ્રેસ પાસે કોઇ કરિશ્માઇ નેતૃત્વ જ નહોતું

હારનું મુખ્ય કારણ એ જ હોવાનો પ્રણવ મુખર્જીના પુસ્તકમાં ખુલાસો

નવી દિલ્હી,તા. ૬: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસનું પોતાનું કરિશ્માઇ નેતૃત્વ ખતમ થઇ ગયાની ઓળખ ન કરી શકવું ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં તેની હારના કારણોમાંનુ એક હતું. મુખર્જીએ પોતાના સંસ્મરણ 'ધ પ્રેસીડન્સીયલ યર્સ, ૨૦૧૨-૧૭'માં એ પણ કહ્યું કે મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળમાં સંસદને સુચારૂ રૂપે ચલાવવામાં નિષ્ફળ રહી. તેમણે આ પુસ્તક ગયા વર્ષે પોતાના નિધન પહેલા લખ્યું હતું. મંગળવારે આ પુસ્તક માર્કેટમાં આવ્યું તેમણે આ પુસ્તકમાં એ પણ લખ્યું છે કે વડાપ્રધાન મોદીએ આઠ નવેમ્બર ૨૦૧૬ના નોટબંધીની જાહેરાત કરાતા પહેલા તેમની સાથે આ મુદ્દે કોઇ ચર્ચા નહોતી કરી પણ તેમને એ બાબતે કોઇ આશ્ચર્ય ન હોતું થયું કેમ કે આવી જાહેરાત અચાનક થવી જરૂરી છે.

તેમણે પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસ ફકત ૪૪ બેઠકો જ જીતી શકીએ વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. કોંગ્રેસની ઘણી સરકારોમાં પ્રધાન રહી ચૂકેલ પ્રણવદાએ ૨૦૧૪ની હાર માટેના ઘણા કારણોના ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે મને લાગે છે કે પક્ષ પોતાના કરિશ્માઇ નેતૃત્વ ખતમ થયાની ઓળખ પક્ષની વ્યવસ્થા સરેરાશ લોકોની સરકાર બનીને રહી ગઇ.

આ પુસ્તકમાં મુખર્જીએ રાષ્ટ્રપતિ પદે રહ્યા ત્યારે વડાપ્રધાન મોદી સાથેના સૌહાદેપૂર્ણ સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે. પોતાની મુલાકાતોનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું કે નીતિગત મુદ્દાઓમાં સલાહ આપવામાં હું કયારેય નહોતો ખચકાયો. મારૂ માનવું છે કે વડાપ્રધાન મોદીએ વિદેશનીતિની બારીકીઓને બહુ જલ્દી સમજી લીધી હતી. જો કે પુસ્તકમાં મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમ્યાન સંસદને સુચારૂ રૂપે ચલાવવામાં નિષ્ફળતા બાબતે ટીકા પણ કરાઇ છે. તેમણે લખ્યું છે કે હું સતાપક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે કટુતાપૂર્ણ દલીલો માટે સરકારના અહંકાર અન સ્થિતીને સંભાળી લેવામાં તેની અકુશળતાને જવાદબાર ગણું છું. મુખર્જી અનુસાર, વડાપ્રધાનની સંસદમાં ફકત હાજરીથી આ સંસ્થાના કામકાજમાં બહુ મોટો ફરજ પડે છે. જવાહરલાલ નેહરૂ હોય કે પછી ઇન્દીરા ગાંધી, અટલ બિહારી બાજપેયી હોય કે મનમોહનસિંહ તેમણે સદનમાં પોતાની ઉપસ્થિતીનો અહેસાસ કરાવ્યો. વડાપ્રધાન મોદીએ પોતાના પહેલાના વડાપ્રધાનોમાંથી પ્રેરણા લઇને નજરે ચડે તેવું નેતૃત્વ કરવું જોઇએ.

(11:01 am IST)